Live Blast Video: પાકિસ્તાન બોમ્બ બ્લાસ્ટનો લાઈવ વીડિયો આવ્યો સામે, 50 લોકોના મોત, 200થી વધુ ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં થયો હતો. જમીયત ઉલેમા ઈસ્લામ-ફઝલ (JUI-F)ની કોન્ફરન્સ થઈ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. ભયાનક વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#BREAKING: This is the video of the moment Suicide explosion took place in Workers Convention of Jamiat Ulema-e-Islam in Khar of Bajaur District, Khyber Pakhtunkhwa. 50 killed and more than 200 injured in the explosion. No group has claimed responsibility. pic.twitter.com/Nc2XqJo75F
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 30, 2023
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ JUI-Fની બેઠકને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યો હતો. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
બ્લાસ્ટ બાદ વીડિયો વાયરલ
બ્લાસ્ટ પછીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં આગ જોઈ શકાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. JUIFના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સરકારને અપીલ કરી છે કે ઘાયલો માટે તાત્કાલિક તબીબી પગલાં સુનિશ્ચિત કરે.
JUI-Fના નેતાનું પણ અવસાન થયું
જિયો ન્યૂઝે જિલ્લા આપાતકાલિન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ખાર, બાજૌરમાં કાર્યકર્તા સંમેલનમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં એક સ્થાનિક JUI-F નેતાનો પણ સમાવેશ થાય છે. મૃતક નેતાની ઓળખ ઝિયાઉલ્લા જાન તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે તિમરગરા અને પેશાવર મોકલવામાં આવી રહ્યા છે.
મૃત્યુઆંક વધી શકે છે
રિપોર્ટ અનુસાર, પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. કથિત રીતે વિસ્ફોટ કોન્ફરન્સની અંદર થયો હતો એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જિયો ન્યૂઝને જણાવ્યું છે કે 5 એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધીમાં લગભગ 200 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કુલ 200 લોકો ઘાયલ થયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.