શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના PM ઈમરાન ખાનના મુખ્ય સલાહકારનું ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું
બાજાવા પર આરોપ લાગ્યા હતા કે, તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને પોતાની પત્ની, બાળકો અને ભાઈઓને બિઝનેસમાં ફાયદો કરાવ્યો છે. આ આરોપ બાદ બાજવાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
ઈસ્લામાબાદ: માહિતી અને પ્રસારણ મામલા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સલાહકાર લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત) આસિમ સલીમ બાજવાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પાકિસ્તાની સેનાના પૂર્વ પ્રવક્તા બાજવા સેનાની દક્ષિણી કમાનના કમાન્ડર પણ રહી ચૂક્યા છે. જો કે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડર (સીપીઈસી) ઓથોરિટિના અધ્યક્ષ પદે કામ કરતા રહેશે.
વાસ્તવમાં એક વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બાજાવાએ પોતાના પદનો દુરુપયોગ કરીને પોતાની પત્ની, બાળકો અને ભાઈઓને બિઝનેસમાં ફાયદો કરાવ્યો છે. આ આરોપ બાદ બાજવાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion