શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને કહ્યું- ભારત આ મહિને ફરી કરવાનું છે હુમલો, તારીખ પણ જણાવી
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અમારી પાસે પૂરતી જાણકારી છે કે ભારત ફરી એક વખત હુમલાની યોજના બનાવી રહ્યું છે.
લાહોરઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અમારી પાસે પૂરતી જાણકારી છે કે ભારત ફરી એક વખત હુમલાની યોજના બનાવી રહ્યું છે. કુરૈશીના જણાવ્યા મુજબ, ભારત 16થી 20 એપ્રિલ વચ્ચે હુમલો કરી શકે છે. આ સંદર્ભે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યોને તેની જાણકારી પણ આપી દીધી છે.
કુરૈશીએ રવિવારે મુલતાનમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભારત ફરી હુમલાની યોજના બનાવી રહ્યું છે. તેઓએ તે સ્પષ્ટ ન કર્યું કે પાકિસ્તાનની પાસે હુમલાને લગતી શું જાણકારી છે, કે હુમલો કઈ નિશ્ચિત તારીખે થશે. પરંતુ તેઓએ એમ જરૂરથી કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન આ વાતને દેશને સંબોધશે.
કુરૈશીએ કહ્યું હતું કે હાલ યુદ્ધની કોઈ આશંકા નથી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવામાં પોતાની ભૂમિકા નિભાવના આહ્વવાન કર્યું છે. કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બધા પાંચ સ્થાયી સદસ્ય દેશો (ચીન, અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન)ને ભારતને કોશિશ વિશે જાણકારી આપી છે. કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન મામલાને હલ કરવા માટે ઇમાનદારીથી પ્રયત્ન કરી રહ્યું છે અને ફરીથી બંને દેશો અને ક્ષેત્રના હિતોથી વાતચીત માટે ભારતને આમંત્રિત કરી રહ્યા છીએ. પાક મંત્રીએ પ્રસ્તાવ આપ્યો છે કે શાંતિ અને બંને દેશોની આર્થિક સમૃદ્ધિ માટે પાકિસ્તાન ફરીથી ભારતને વાતચીત માટે આમંત્રિત કરી રહ્યું છે. LRD પેપર કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ATSએ કરી ધરપકડ, જાણો વિગત IPL 2019: લીલી જર્સીમાં મેદાનમાં ઉતરી RCBની ટીમ, જાણો કારણ ભાજપ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે જાદુના ખેલ બતાવશે, જુઓ જાદુગરોની કરામતMEA in response to queries on statement by Pak Foreign Min:Pak has been advised to use established diplomatic&DGMO channels to share actionable&credible intelligence it has about terror attacks.India reserves the right to respond firmly&decisively to cross border terrorist attack https://t.co/RNphUusZPO
— ANI (@ANI) April 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement