શોધખોળ કરો

આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, ટ્રિલિયન ડોલરના પ્રોજેક્ટ્સને મોટો ફટકો?

Pakistan Balochistan: પાકિસ્તાનમાં એક બલૂચ વિદ્રોહી જૂથે એક મોટો આત્મઘાતી હુમલો કર્યો છે, જોકે મૃત્યુઆંક હજુ સુધી જાણી શકાયો નથી.

Pakistan Balochistan: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારમાં ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલય પાસે એક આત્મઘાતી હુમલો થયો. રેકો દિક (Reko Diq)અને ખાણખનીજ કામના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા વિદેશી નિષ્ણાતો, ઇજનેરો અને કર્મચારીઓના વર્કપ્લેસ અને રહેઠાણ માટે બનાવેલા કમ્પાઉન્ડ પર આ હુમલો થયો. રવિવારે (30 નવેમ્બર) રાત્રે લગભગ 9 વાગ્યે એક બલુચ બળવાખોર જૂથે આ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, બલુચ બળવાખોર જૂથે પહેલા FC મુખ્યાલય નજીક આ સંવેદનશીલ કમ્પાઉન્ડમાં પાંચ મોટા વિસ્ફોટ કર્યા અને પછી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો.

બલુચ લિબરેશન ફ્રન્ટ (BLF) આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે, અને BLF પ્રવક્તા મેજર ગ્વાહરામ બલોચે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ હુમલો BLF ના ઓપરેશનલ બટાલિયન (SOB) યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સંવેદનશીલ કમ્પાઉન્ડને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં પાકિસ્તાન સરકારે ખાણકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિદેશી નિષ્ણાતો, ઇજનેરો અને કર્મચારીઓના કામની અને રહેઠાણની વ્યવસ્થા કરી છે.

બલૂચ વિદ્રોહી જૂથો અને પાકિસ્તાની સેના વચ્ચેની અથડામણમાં મૃત્યુઆંકનો સત્તાવાર આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા અનુસાર, બલૂચિસ્તાનના નોકુંડી વિસ્તારમાં, જે ચગાઈ જિલ્લામાં આવે છે, આ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. હુમલાનું સૌથી ગંભીર પાસું એ છે કે, આ એ જ વિસ્તાર છે, જેને પાકિસ્તાની સરકાર વિશ્વભરમાં તેના "સૌથી સુરક્ષિત" વિદેશી રોકાણ પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કરી રહી છે.

પાકિસ્તાને વિશ્વભરમાં રિકો ડિક અને સૈંદક ખાણકામ પ્રોજેક્ટ્સનો ખૂબ કર્યો હતો પ્રચાર

પાકિસ્તાન સરકાર વિશ્વને રેકો ડિક અને ખાણકામ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહી હતી. જૂનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે યુએસને રિકો ડિક ખાણમાં રોકાણ કરવા માટે ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન પશ્ચિમી દેશોને રિકો ડિક ખાણમાં રોકાણ કરવા માટે પણ અનુરોધ કરી રહ્યું હતું, કારણ કે તે વિશ્વની સૌથી મોટી સોના અને તાંબાની ખાણોમાંની એક છે, જેનું હજુ સુધી યોગ્ય રીતે ખોદકામ કરવામાં આવ્યું નથી અને તેમાં ટ્રિલિયન ડોલરનું સોનું અને તાંબુ છે.

થોડા દિવસો પહેલા જ, પાકિસ્તાનને રિકો ડિક ખાણકામ પ્રોજેક્ટ માટે યુએસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક (EXIM) તરફથી આશરે 35,000 કરોડ પાકિસ્તાની રૂપિયાની લોન મળી હતી. જો કે, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિદેશી ઇજનેરો અને અન્ય સ્ટાફ માટે બનાવાયેલ કમ્પાઉન્ડ પર થયેલા આત્મઘાતી હુમલાથી પ્રોજેક્ટની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

પાકિસ્તાન પોતાની જ જાળમાં જ ફસાઈ ગયું

નોંધનીય છે કે, વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કરી રહેલ પાકિસ્તાન હાલમાં પોતાના જ પ્રાયોજિત આતંકવાદીઓના કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. અગાઉ, 24 નવેમ્બરના રોજ, પેશાવરમાં FC મુખ્યાલય પર આવો જ એક આત્મઘાતી હુમલો થયો હતો, જેની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના પ્રોક્સી જૂથ જમાત-ઉલ-અહરરે લીધી હતી. વધુમાં, છેલ્લા 10 દિવસમાં પાકિસ્તાની સેના દ્વારા માર્યા ગયેલા 30 આતંકવાદીઓમાંથી, બે આતંકવાદીઓ, બહાવલપુરના અબુ દુજાના ઉર્ફે અલી હમદાન અને PoKના મોહમ્મદ હરિસને પાકિસ્તાની સેના અને ISI સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા ભારતમાં આતંકવાદ માટે તાલીમ આપવામાં આવી હતી. જો કે, તેઓ બે વર્ષ પહેલા TTPમાં જોડાયા હતા અને તેમને તાલીમ આપતી પાકિસ્તાની સેના પર જ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે પાકિસ્તાન 30 વર્ષથી જે આતંકવાદને વિશ્વમાં એક્સપોર્ટ કરવાના કોશિશ કરે છે તે હવે તેમના દેશ માટે જ મોટો ખતરો બની ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget