શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડોન થઈ હેક, એક મિનિટ સુધી સ્વતંત્રતા દિવસના સંદેશ સાથે લહેરાવ્યો ભારતીય તિરંગા
વિતેલા રવિવારે સાંજે હેકરો દ્વારા કથિત રીતે પાકિસ્તાનના ન્યૂઝ ચેનલને હેક કરી લીધી હતી.
નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારત પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનની મુખ્ય સમાચાર ચેનલોમાંથી એક ડોન ટીવી પર ભારતના 74માં સ્વતંત્રતા દિવસ પહેલા શુભકમાન સંદેશ આપવામાં આવ્યો છે.
વિતેલા રવિવારે સાંજે હેકરો દ્વારા કથિત રીતે પાકિસ્તાનના ન્યૂઝ ચેનલને હેક કરી લીધી હતી. ત્યાર બાદ અંદાજે એક મિનિટ સુધી ચેનલની સ્ક્રીન પર તિરંગો લહેરાવામાં આવ્યો અને સ્વતંત્રતા દિવસનો શુભકામના મેસેજ પણ આપવામાં આવ્યો.
અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, ચેનલને હેક કર્યા બાદ તરત જ સ્ક્રીન પર એક જાહેરાચ ચાલી રહી હતી, જેની નીચે લખ્યું હતું ‘હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે’ મેસેજની સાથે હવામાં મહિમાની સાથે ઉડતો ભારતીય રાષ્ટ્રીય ધ્વજની છબી દ્વારા ઓવરલેપ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં ટીવી ચેનલ પર રવિવારે બપોરે અંદાજે 3-30 કલાકે આ ઘટના ઘટી હતી. જોકે એ વાતની પુષ્ટિ નથી થઈ કે ક્યાં સુધી ડોન ટીવી ચેનલ હેક થતી રહી. જ્યારે અધિકારીઓએ આ મામલે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા છે. તેની સાથે જ ડોન ન્યૂઝે ઉર્દૂમાં એક ટ્વીટ કરીને કહ્યું કે, “ડોન મેનેજમેન્ટે આ મામલે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement