શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન: ભારતીય ગીત પર ડાન્સ કરવા પર સ્કૂલનું રજિસ્ટ્રેશન કર્યું રદ્દ
ઇસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલા કરતા વધારે વધી ગયો છે. જેની અસર સાંસ્કૃતિક કાર્યક્રમો પર પણ દેખાય રહ્યો છે. પાકિસ્તાનના કરાચીમાં એક સ્કૂલની માન્યતા એટલા માટે રદ કરી દીધી કે વિદ્યાર્થીઓએ ભારતીય ગીતોની ધૂન પર ડાન્સ કર્યો હતો.
સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન મંચ પર ગીત સાથે બેકગ્રાઉન્ડમાં ભારતીય તીરંગો પણ લહેરાઇ રહ્યો હતો. આ મામલે કાર્યવાહી કરતા ડાયરેક્ટોરેટ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પ્રાઇવેટ ઇંસ્ટીટ્યૂટ્સ સિંઘ(DIRPIS)એ મામા બેબી કેયર કેંબ્રિજ સ્કૂલનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી દીધું છે.
પાકિસ્તાનમાં ભારતીય ગીતો પર ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જેના બાદ સ્થાનીય પ્રશાસને સ્કૂલના માલિકની તપાસ કરી હતી. DIRPISની રજિસ્ટ્રેસન રાફિયા જાવેદે કહ્યું કે સ્કૂલની ગતિવિધિ પાકિસ્તાનની ગરિમા વિરુદ્ધ છે.
Pulwama Attack: આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે ઉઠાવ્યું કયું મોટું કદમ? જાણો
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે જવાનોના મોત થયા છે. જેને લઇને ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે પરિણામ ભોગવવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement