(Source: ECI/ABP News/ABP Majha)
Covid-19: આ કંપનીએ 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે કોરોની રસીની માંગી મંજૂરી, જાણો વિગત
COVID-19 Vaccination in US: યુ.એસ.માં નાના બાળકો માટે માર્ચની શરૂઆતમાં સંભવિત ડોઝિંગ શરૂ કરવામાં આવી શકે છે.
COVID-19 Vaccination: Pfizer એ બુધવારે યુ.એસ.ને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવિડ-19 રસીના વધારાના ઓછા ડોઝને મંજૂરી આપવા માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે જો બધું બરાબરરહેશે તો તો યુ.એસ.માં નાના બાળકો માટે માર્ચની શરૂઆતમાં સંભવિત ડોઝિંગ શરૂ કરવામાં આવી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ફાઈઝર અને તેના ભાગીદાર બાયોએનટેકને કંપનીની યોજના પહેલા અરજી કરવા વિનંતી કરી હતી.
5 વર્ષથી નીચેના બાળકો માટે રસીના ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી
અમેરિકામાં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 19 મિલિયન બાળકો છે. જે દેશમાં એકમાત્ર એવું જૂથ છે, જેઓ હજી સુધી કોરોના વાયરસ સામે રસીકરણ માટે લાયક નથી. વાલીઓ પણ 5 વર્ષથી નીચેના બાળકોને રસીકરણની માંગ કરી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ઘણા યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેથી વાલીઓ આ માંગ કરી રહ્યા છે. એફડીએની મંજૂરી સાથે 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને પુખ્ત ડોઝનો માત્ર દસમો ભાગ ધરાવતો ફાઈઝર શોટ્સ આપી શકાશે.
Pfizer એ FDA ને ડેટા સબમિટ કરવાનું શરૂ કર્યુ
Pfizer બુધવારે જણાવ્યું હતું કે તેણે તેનો ડેટા ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) ને સબમિટ કરવાનું શરૂ કર્યું છે અને થોડા દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ થવાની અપેક્ષા છે.પરંતુ પ્રશ્ન એ છે કે તે બાળકોને કેટલા શોટ્સની જરૂર પડશે. Pfizer ત્રણ ડોઝનું પરીક્ષણ કરી રહ્યું છે કારણ કે બે વધારાના-લો ડોઝ બાળકો માટે પૂરતા છે. રિસર્ચનો અંતિમ ડેટા માર્ચના અંત સુધીમાં આવી શકે છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ મૃત્યુઆંક ભયજનક રીતે વધી રહ્યો છે. દેશમાં આજે કોરોનાથી 1700થી વધારે લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે. દેશમાં 1 ફેબ્રુઆરીએ 17,42,793 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 73,24,39,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કુલ એક્ટિવ કેસઃ 16.21,603
કુલ ડિસ્ચાર્જઃ 3,95,11,307
કુલ મૃત્યુઆંકઃ 4,97,975
કુલ રસીકરણઃ 167,29,42,707 (જેમાંથી ગઈકાલે 57,42,659 ડોઝ આપવામાં આવ્યા હતા.)