ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
દાદરા નગર હવેલીના દૂધની નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. કાર પલટી મારી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
Gujarat News: દાદરા નગર હવેલીના દૂધની નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. કાર પલટી મારી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરતના મિત્રો દૂધની તરફ આવી રહ્યા હતા આ સમયે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી નીચે ખાબકી હતી. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કાર ત્રણથી ચાર પલટી મારી ગઈ
દાદરા નગર હવેલીના ખાનવેલ દુધની રોડ પર ઉપલા મેઢા ગામે સુરતના પાંચ મિત્રો ગાડી નંબર GJ05 JP 6705 મા ખાનવેલ તરફ આવી રહ્યા હતા તે સમયે ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મોટા પથ્થર સાથે ટકરાયા બાદ કાર ત્રણથી ચાર પલટી મારી ગઈ હતી.
ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને ગાડીના પતરા કાપી અંદર સવાર દરેકને બહાર કાઢવામા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ગયા હતા અને મૃતક અને એક ઘાયલ વ્યક્તિને ખાનવેલ સબ જીલ્લા હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. મૃતકોમાં હસમુખ માગોકિયા ઉ.વ.45, સુજીત પુરુષોત્તમ કલાડિયા ઉ.વ.45, સંજય ચંદુ ગજ્જર ઉ.વ.38, હરેશ વડોહડિયા ઉ.વ.34 રહેવાસી વેડ રોડ,સુરત, સુનીલ કાલિદાસ નિકુડે ઉ.વ.24 રેહવાસી વેડ રોડ સુરત તેમનો ચમત્કારિક બચાવ થયો છે.
લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત
સુરેન્દ્નનગર જિલ્લામાં અકસ્માતની ઘટના બની છે. સાયલા- લીંબડી હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. ફૂલગ્રામ પાસે આવેલ ઓવર બ્રિજ પર અજાણ્યા વાહન દ્વારા યુવાનને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનમાં યુવકનું મોત નિપજ્યું હતું.
તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત
પેટલાદના તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લકઝરી બસ રાજકોટથી સુરત જઈ રહી હતી. ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ