Asian Rich List : બ્રિટનના PM ઋષિ સુનક અને તેમના પત્નીએ વગાડ્યો ડંકો, હાંસલ કરી આ સિદ્ધી
લંડનના મેયર સાદિક ખાને 23 નવેમ્બર રાત્રે વેસ્ટમિંસ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં 24મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સ દરમિયાન હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને...
Asian rich list 2022: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સ્થાન પામ્યા છે. આ યાદીમાં હિન્દુજા પરિવાર ટોપ પર છે. સુનક અને અક્ષતા મૂર્તિ 790 મિલિયન પઉન્ડની સંપત્તિ સાથે યાદીમાં 17મા ક્રમે છે. અક્ષતા મૂર્તિના પિતા એનઆર નારાયણ મૂર્તિ ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક છે.
વર્ષ 2022ની યાદીમાં સામેલ એશિયન અમીરોની કુલ સંપત્તિ 113.2 બિલિયન પાઉન્ડ છે, જે ગયા વર્ષની સરખામણીએ 13.5 બિલિયન પાઉન્ડ વધુ છે. હિન્દુજા પરિવાર આ યાદીમાં સતત આઠમી વખત ટોચના સ્થાને રહ્યો છે. તેમની અંદાજિત સંપત્તિ 30.5 બિલિયન પાઉન્ડ છે, જે ગત વર્ષ કરતાં 3 બિલિયન પાઉન્ડ વધુ છે.
24મો વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સ
લંડનના મેયર સાદિક ખાને 23 નવેમ્બર રાત્રે વેસ્ટમિંસ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં 24મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સ દરમિયાન હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને 'એશિયન રિચ લિસ્ટ 2022'ની એક નકલ અર્પણ કરી હતી.
સુનકના થયા વખાણ
લેન્કેસ્ટરના ડચીના ચાન્સેલરે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે જોઈએ છીએ કે દર વર્ષે બ્રિટિશ એશિયન સમુદાયનું કદ સતત વધતું જાય છે, જે વ્યક્તિગત રીતે મારા માટે આશ્ચર્યજનક નથી. મારા જીવનમાં પહેલીવાર મેં વાર એશિયાઈ સમુદાયની આકરે મહેનત, દ્રઢ સંકલ્પ, અને ઉદ્યમશીલતાને જોઈ છે. નિશ્ચિત રૂપે મારી નવી નોકરીમાં બ્રિટિશ એશિયન બોસ છે. જે મારા સારા મિત્ર છે.
210 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન
ઋષિ સુનક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બન્યા. તેઓ 210 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન છે અને બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન પણ છે. આ વર્ષની એશિયન અમીરોની યાદીમાં બ્રિટનના 16 અબજોપતિ છે, જે ગયા વર્ષ કરતાં એક વધુ છે. મોટાભાગના અબજોપતિઓની સંપત્તિ ગયા વર્ષની જેમ જ વધી છે યા તો યથાવત રહી છે.
ઋષિ સુનકે શું વચન આપ્યું હતું?
ઋષિ સુનકે મંગળવારે (25 ઑક્ટોબર) ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે તે સંકટગ્રસ્ત દેશની જરૂરિયાતોને રાજનીતિથી ઉપર રાખશે અને તેમના પુરોગામી દ્વારા કરવામાં આવેલી "ભૂલો સુધારવા"નું વચન આપ્યું હતું. દિવાળીના દિવસે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે સુનકને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. યુકેના ભૂતપૂર્વ નાણા પ્રધાન સુનક (42) હિંદુ છે અને તેઓ છેલ્લા 210 વર્ષમાં બ્રિટનના સૌથી યુવા વડાપ્રધાન છે. સુનકે પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે તેમણે એવા સમયે પદ સંભાળ્યું જ્યારે બ્રિટન "ગંભીર આર્થિક સંકટ" નો સામનો કરી રહ્યું છે. તેમણે આ માટે કોવિડ મહામારી અને રશિયન અને યુક્રેન યુદ્ધને જવાબદાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે આ પડકારોનો સામનો કરવામાં સફળ રહેશે.