Russia: 'જો પશ્વિમ દેશો યુક્રેનને ફાઇટર પ્લેન સપ્લાય કરશે તો...', રશિયાએ એકવાર ફરી આપી ધમકી
આ પહેલા પણ રશિયા આવી જ ધમકીઓ આપી ચૂક્યું છે.

Russia Ukraine War: રશિયાએ ફરી એકવાર યુક્રેનને મદદ કરી રહેલા પશ્ચિમી દેશોને આડકતરી રીતે ધમકી આપી છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એલેક્ઝાન્ડર ગ્રુશકોએ શનિવારે (20 મે)ના રોજ કહ્યું હતું કે જો યુક્રેનને F-16 ફાઈટર જેટની સપ્લાય કરવામાં આવશે તો પશ્ચિમી દેશોને નુકસાન ભોગવવું પડી શકે છે. આ પહેલા પણ રશિયા આવી જ ધમકીઓ આપી ચૂક્યું છે.
રશિયાના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમે જોઈ શકીએ છીએ કે પશ્ચિમી દેશો યુદ્ધમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. જેના માટે તેઓએ મોટું જોખમ ઉઠાવવું પડી શકે છે. અમે પ્લાનિંગ કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. એલેક્ઝાન્ડરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી પાસે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેના તમામ જરૂરી માધ્યમો છે.
બાઇડને જાહેરાત કરી હતી
અગાઉ, શુક્રવારે (19 મે) ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને G-7 સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે યુએસ કેટલાક યુક્રેનિયન પાઇલટ્સને F-16 ફાઇટર જેટ પર તાલીમ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના પાઇલટોની ટ્રેનિંગ અમેરિકામાં નહીં, પરંતુ યુરોપમાં થઈ શકે છે. યુએસ કર્મચારીઓ સાથી અને ભાગીદારો સાથે તાલીમમાં ભાગ લેવા યુરોપ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનિયન પાઇલટોને અમેરિકા દ્ધારા આપવામાં આવનારી ટ્રેનિંગમાં એક મહિનાથી વધુ સમય લાગી શકે છે. જો કે, તે આગામી સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.
અમેરિકા યુક્રેનના પાઇલટ્સને તાલીમ આપશે
યુએસના રાષ્ટ્રપતિ બાઇડને જી-7 નેતાઓને કહ્યું કે વોશિંગ્ટન યુક્રેનના સંયુક્ત સહયોગી તાલીમ કાર્યક્રમોને સમર્થન આપે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને આ વાતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે વોશિંગ્ટન યુક્રેનને F-16 સહિત અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ તેમજ તેમને ઉડાડવા માટે ટ્રેનિંગ આપશે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાએ જે વચન આપ્યું હતું તે પૂરું થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જો કે અમેરિકાની આ જાહેરાત બાદ રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
G7 Summit: રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પ્રથમ મુલાકાત, ક્યા મુદ્દાઓ પર થઇ ચર્ચા?
PM Modi Meets Volodymyr Zelenskyy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટ માટે જાપાનના હિરોશિમાની મુલાકાતે છે. દરમિયાન, શનિવારે (20 મે) હિરોશિમામાં જી- 7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી અને ઝેલેન્સકીની પ્રથમ મુલાકાત છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે ઘણી બેઠકો બાદ થઈ હતી. યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ગયા મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
