Russia Ukraine Crisis: દર મિનિટે યુક્રેનના કેટલા બાળકો બની રહ્યા છે શરણાર્થી ? જાણો UN એ શું કહ્યું
Russia Ukraine Crisis: યુક્રેન પર રશિયાનું આક્રમણ શરૂ થયું ત્યારથી લગભગ 1.4 મિલિયન બાળકો દેશ છોડીને જતાં રહ્યા છે
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે છેલ્લા 20 દિવસમાં યુક્રેનને તબાહ કરી નાખ્યું છે. મોટા ભાગના મોટા શહેરો નાશ પામ્યા છે, લોકો તેમના પરિવાર સાથે દેશ છોડી રહ્યા છે. રશિયા કે યુક્રેન બંને પીછેહઠ કરવા તૈયાર નથી. અનેક વખત મંત્રણા થયા બાદ પણ કોઈ ઉકેલ મળી રહ્યો નથી. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાનું આક્રમણ શરૂ થયું ત્યારથી લગભગ 1.4 મિલિયન બાળકો દેશ છોડીને જતાં રહ્યા છે, જેનો અર્થ છે કે એક મિનિટમાં એક બાળક શરણાર્થી બની ગયું છે તેમ યુનાઈટેડ નેશન્સે મંગળવારે જણાવ્યું હતું.
જીનીવામાં યુએન ચિલ્ડ્રન એજન્સી યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરે પત્રકારોને જણાવ્યું, યુક્રેનમાં છેલ્લા 20 દિવસમાં સરેરાશ દરરોજ 70,000 થી વધુ બાળકો શરણાર્થી બન્યા છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી દર મિનિટે એક બાળક શરણાર્થી બની રહ્યું છે.
#BREAKING One child becoming a refugee every minute in Ukraine war: UN pic.twitter.com/5H75oQ0RG4
— AFP News Agency (@AFP) March 15, 2022
28 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું
યુક્રેનમાં યુદ્ધે તબાહી મચાવી છે. લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ રશિયન આક્રમણ શરૂ થયા બાદ યુક્રેનથી ભાગી રહેલા શરણાર્થીઓની સંખ્યા વધીને 2.8 મિલિયનથી વધુ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી, UNHCR એ જણાવ્યું હતું કે રવિવારથી અત્યાર સુધીમાં 2,808,792 શરણાર્થીઓએ દેશ છોડી દીધો છે, અને 110,512, જે તેને બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી વધુ શરણાર્થી હિજરત બનાવે છે.
કિવમાં ધડાકા, આકાશમાં છવાયા ધુમાડાના ગોટા
ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, કિવમાં ત્રણ શક્તિશાળી ધડાકા થયા છે. એએફપીના પત્રકાર ત્યાં ઉપસ્થિત હતા તે પણ કારણ તરત જ જાણી શક્યા નહોતા. એએફપીના પત્રકારે પણ દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોયા હતા, પરંતુ રાત્રિના કર્ફ્યુને કારણે તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા.