Russia Ukraine War: મોસ્કોમાં ડ્રોન હુમલાથી હડકંપ, રશિયન આર્મીએ વળતા પ્રહારમાં અનેક ડ્રોન તોડી પાડ્યા, એર ટ્રાફિક રોકવામાં આવ્યો
રશિયન સેનાએ જવાબી કાર્યવાહી કરી અને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. ડ્રોન હુમલા બાદ મોસ્કોમાં એર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. હુમલામાં બે ઈમારતોને નુકસાન થવાના સમાચાર છે.
Drone Attack On Moscow: રશિયાની રાજધાની મોસ્કોમાં એક મોટો ડ્રોન હુમલો થયો છે. એક સાથે અનેક ડ્રોનના હુમલાથી મોસ્કોમાં ખળભળાટ મચી ગયો હતો. રશિયન સેનાએ જવાબી કાર્યવાહી કરી અને ઘણા ડ્રોનને તોડી પાડ્યા. ડ્રોન હુમલા બાદ મોસ્કોમાં એર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. હુમલામાં બે ઈમારતોને નુકસાન થવાના સમાચાર છે.
મોસ્કોના મેયરે શું કહ્યું
હુમલા વિશે માહિતી આપતા, રશિયન રાજધાની મોસ્કોના મેયરે રવિવારે સવારે જણાવ્યું હતું કે મોસ્કો પર રાત્રે યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ઓફિસ બિલ્ડિંગને નુકસાન થયું હતું. તેમણે જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી. સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે.
મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું, "યુક્રેનિયન ડ્રોને આજે રાત્રે હુમલો કર્યો. શહેરમાં બે ઓફિસ ટાવરને સાધારણ નુકસાન થયું છે. કોઈ પીડિત કે ઈજાગ્રસ્ત નથી."
#UPDATE "The Kyiv regime's attempted terrorist attack with unmanned aerial vehicles on objects in the city of Moscow was thwarted," Russia's defence ministry said on Telegram, adding that one was shot down and two, "suppressed by electronic warfare", crashed into a building…
— AFP News Agency (@AFP) July 30, 2023
યુક્રેનિયન ડ્રોન અગાઉ પણ પ્રવેશ્યા હતા
બે દિવસ પહેલા યુક્રેનિયન ડ્રોને મોસ્કો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને રશિયન સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તેણે રાત્રે યુક્રેનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. મંત્રાલયે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા સંદેશમાં માહિતી આપી હતી કે "રશિયન એર ડિફેન્સ દ્વારા માનવરહિત વાહનને નષ્ટ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી."
સતત ડ્રોન હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વધી રહ્યું છે દબાણ
આ મહિનાની શરૂઆતમાં, રશિયાએ મોસ્કોના વનુકોવો ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીમાં વિક્ષેપ પાડનારા પાંચ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. વેગનર લડવૈયાઓના તાજેતરના બળવા અને હવે યુક્રેનમાં સતત ડ્રોન હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ વધી રહ્યું છે. આ સાથે જ રશિયન સેનાની ક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.