Russia Ukraine War: રશિયાના પાંચમા સૈન્ય અધિકારીનું મોત, ઝેલેન્સ્કી ફરી વાતચીત માટે તૈયાર
Russia Ukraine War: રશિયા-યુક્રેનમાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.અત્યાર સુધી આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો દેશ છોડીને જતા રહ્યા છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેનમાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.અત્યાર સુધી આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો દેશ છોડીને જતા રહ્યા છે. આ એક મહિના દરમિયાન રશિયાએ યુક્રેનના લગભગ તમામ મોટા શહેરોને તબાહ કરી દીધા છે. યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે, રશિયા પર તમામ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ કંઈ પરિણામ આવ્યું નથી.
પાંચમા સૈન્ય અધિકારીનું મોત
યુક્રેનમાં રશિયાના પાંચમા લશ્કરી અધિકારીનું મૃત્યુ થયું છે આ વાતની પુષ્ટિ કરતા રશિયન અધિકારીઓએ જણાવ્યું કે બ્લેક સી ફ્લીટના 810મા સેપરેટ ગાર્ડ્સ મરીન બ્રિગેડના કર્નલ એલેક્સી શારોવને યુક્રેનિયન સ્નાઈપર દ્વારા મારવામાં આવ્યા છે. તેઓ યુક્રેન સામે શહીદ થનારા રશિયાના પાંચમાં સૈન્ય અધિકારી છે.
ઝેલેન્સ્કીએ કરી રશિયાને ફરી મંત્રણાની ઓફર
યુદ્ધના 30મા દિવસે, રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે મંત્રણાની ઓફર કરતા કહ્યું કે યુક્રેન શાંતિની ખાતર તેના કોઈપણ પ્રદેશોને છોડવા માટે સંમત થશે નહીં. યુક્રેનનો દાવો છે કે ગયા અઠવાડિયે રશિયન એરસ્ટ્રાઈકમાં મેરીયુપોલ થિયેટરમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા. જ્યાં મિસાઈલ પડી તે થિયેટરમાં આશરો લેવા ઘણા લોકો એકઠા થયા હતા. યુ.એસ.એ જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ રાજધાની કિવને કબજે કરવાના હેતુથી તેના ભૂમિ આક્રમણને હાલમાં અટકાવી દીધું છે, અને નિયંત્રણ માટેની લડત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે ડેટા જાહેર કર્યો
રશિયન ફેડરેશનના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1,587 યુક્રેનિયન ટેન્ક અને સમાન લડાયક વાહનોનો નાશ કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર અને ડ્રોન સહિત 112 લશ્કરી એરક્રાફ્ટને રશિયન સશસ્ત્ર દળો દ્વારા કાર્યવાહીમાંથી બહાર લેવામાં આવ્યા છે. MoD એ રશિયાના લડાયક નુકસાન અંગે અપડેટ પણ જારી કર્યું છે, જે મુજબ યુદ્ધમાં 3,825 સૈનિકો ઘાયલ થયા છે.