Ukraine Crisis: રશિયાએ મોલ ઉપર મિસાઈલ હુમલો કર્યો, મોલમાં હતા હજારથી વધુ લોકો...
પૂર્વી યુક્રેનમાં રશિયાએ હુમલા વધારી દીધા છે. ત્યારે હવે રશિયાએ એક મોલ ઉપર મિસાઈલ હુમલો કર્યો છે.
Russia Ukraine War: પૂર્વી યુક્રેનમાં રશિયાએ હુમલા વધારી દીધા છે. ત્યારે હવે રશિયાએ એક મોલ ઉપર મિસાઈલ હુમલો કર્યો છે. ન્યુઝ એજન્સી એએફપી અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં લોકોના મોત થયાં હોવાની સુચના પણ મળી છે. ધ કીવ ઈંડિપેંડેંટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ (Volodymyr Zelensky) પોતાની ટેલીગ્રામ ચેનલ પર લખ્યું કે, "રશિયાએ ક્રેમેનચુકમાં શોપિંગ સેંટર પર હુમલો કર્યો, હજારથી વધુ લોકો મોલની અંદર હતા. મોલમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પીડિતોની સંખ્યાની કલ્પના કરવી અસંભવ છે."
રશિયાએ કર્યા મિસાઈલ હુમલાઃ
આ બીજી વખત બન્યુ છે જ્યારે રશિયાની મિસાઈલોએ કોઈ સિવિલ બિલ્ડીંગને નિશાન બનાવી છે. આ પહેલાં યુક્રેને દાવો કર્યો હતો કે, રવિવારે રશિયાની એક મિસાઈલે કીવમાં એક રહેણાંક બિલ્ડીંગને ટાર્ગેટ બનાવી હતી. શહેરના મેયર વિટાલી ક્લિટ્સકો અનુસાર, આ મિસાઈલ હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. તો રવિવારે રશિયાએ કહ્યું કે, તેની આર્મીએ ઉત્તર અને પશ્ચિમ યૂક્રેનમાં ત્રણ સૈન્ય કેન્દ્રો પર હુમલા કર્યા છે. મહત્વનું છે કે, એક સૈન્ય કેન્દ્ર પોલેન્ડની બોર્ડર પાસે આવેલું છે.
#BREAKING Missile strike hits 'crowded' mall in east Ukraine, deaths reported: authorities pic.twitter.com/QLPFm0DjvM
— AFP News Agency (@AFP) June 27, 2022
રશિયાને નબળું પાડવા હવે સોનાની આયાત પર G7 દેશો પ્રતિબંધ મુકશેઃ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે જાહેરાત કરી છે કે, G-7 દેશના સભ્ય દેશો રશિયાના સોનાની (gold) આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ અમેરિકા સહિતના વિવિધ દેશો રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ કડીમાં હવે અમેરિકા રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે. જો બાઈડને એક ટ્વીટમાં કહ્યું કે, રશિયા પોતાના સોનાની નિકાસ કરીને અબજો ડોલર રુપિયા કમાય છે.