War: યૂક્રેને રશિયાના હોશ ઉડાવ્યા, મિસાઇલ મારો કરીને એક જ દિવસમાં રશિયાના 1000 સૈનિકોને ઉતારી દીધા મોતને ઘાટ
એક રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, પુતિન હવે પોતાના ખરાબ પ્રશિક્ષિત સૈનિકને તેમના મોત માટે મોકલી રહ્યાં છે. કેમ કે તે આ વિસ્તારમાં જમીમ પર કબજો કરવાની સખત કોશિશ કરી રહ્યા છે.
Russia Soldiers Killed: રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યું. યુદ્ધને લઇને દરરોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, જેને બધાને ચોંકાવી દીધા છે. યૂક્રેને એક મોટો દાવો કરીને રશિયાને મોટો ઝટકો આપ્યો છે. યૂક્રેને દાવો કર્યો છે કે, તેને એક દિવસમાં રશિયાના લગભગ એક હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. યૂક્રેનિયન મિસાઇલોની વચ્ચે પુતિનની સેના અહીંથી ભાગી છૂટવા માટે મજબૂર થઇ હતી.
આની સાથે જ યૂક્રેને રવિવારે 52 બખ્તરબંધ કર્મીઓના વાહનો, 13 ટેન્કો અને ક્રૂઝ મિસાઇલોને સફળતાપૂર્વક નષ્ટ કરવાનો પણ દાવો કર્યો છે. યૂક્રેની સશસ્ત્ર દળના જનરલ સ્ટાફ સેરહી શાપ્તલાએ એક ફેસબુક પૉસ્ટમાં કહ્યું કે આ 24 કલાકમાં ડોનેટ્સ્ક અને લાઇમેન મોરચા પર કબજો કરનારાઓને સૌથી મોટુ નુકશાન થયુ છે.
બખ્તરબંધ ટેન્કો પર હુમલો -
એક રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, પુતિન હવે પોતાના ખરાબ પ્રશિક્ષિત સૈનિકને તેમના મોત માટે મોકલી રહ્યાં છે. કેમ કે તે આ વિસ્તારમાં જમીમ પર કબજો કરવાની સખત કોશિશ કરી રહ્યા છે. તેમના કેટલાક લાંમબંધ લોકોને ભાગતા જોવામાં આવ્યા છે, કેમ કે યૂક્રેની સેનાએ તેમની બખ્તરબંધ ટેન્કો પર હુમલો કરી દીધો હતો, સૈનિકો પર મિસાઇલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છેલ્લા 1 મહિનામાં ખૂબ જ આક્રમક બની ગયું છે. એક તરફ જ્યાં રશિયા તરફથી ઘણી વખત પરમાણુ હુમલાની શક્યતા છે તો બીજી તરફ રશિયાએ યુક્રેન પર પણ આરોપ લગાવ્યો છે કે તે ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જોકે, બધાએ રશિયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેને વિચલિત કરવાનું શસ્ત્ર ગણાવ્યું હતું. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફેડરેશન કાઉન્સિલની ડિફેન્સ કમિટીના સભ્ય ઇગોર મોરોઝોવે કહ્યું કે યુક્રેન અને પાકિસ્તાને હાલમાં જ પરમાણુ હથિયાર બનાવવાની ટેક્નોલોજી પર ચર્ચા કરી છે.
તાજેતરમાં યુક્રેનના નિષ્ણાતોએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ સાથે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી. મોરોઝોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કોઈ માટે રહસ્ય નથી કે યુક્રેન પાસે "ડર્ટી બોમ્બ" બનાવવાની તકનીક છે, જેનો મુદ્દો રોકાણનો છે. સાંસદના જણાવ્યા અનુસાર, 'લો-ઈમ્પેક્ટ ન્યુક્લિયર ચાર્જનો ઉપયોગ તોચકા-યુ દારૂગોળો સાથે થઈ શકે છે. ધારાશાસ્ત્રીએ એ પણ યાદ કર્યું કે યુએસ પ્રમુખ કોંગ્રેસની સંમતિ વિના વિશ્વમાં ગમે ત્યાં ઓછા પ્રભાવવાળા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.