Russia-Ukraine Conflict: યુદ્ધના કારણે યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, રશિયાએ કરી મોટી જાહેરાત
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેન છોડનારા ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી ખોરવાઈ ગઈ હતી અને તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. આવી સ્થિતિમાં તેમના માટે રશિયન એમ્બેસી તરફથી સારા સમાચાર આવ્યા છે.
Russia-Ukraine Conflict Indian Students: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટના વાદળોથી ઘેરાયેલું છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચારા આવ્યા છે. હવે આવા વિદ્યાર્થીઓ રશિયન યુનિવર્સિટીમાં એડમિશન લઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિને આ સમાચાર આપ્યા છે. તેમના મતે ભારતીય વિદ્યાર્થીઓને રશિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાં તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો ચાલુ રાખી શકશે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેન છોડનારા ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી ખોરવાઈ ગઈ હતી અને તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. આવી સ્થિતિમાં તેમના માટે રશિયન એમ્બેસી તરફથી સારા સમાચાર આવ્યા છે. રશિયન એમ્બેસીના ડેપ્યુટી હેડ રોમન બાબુશકિને જણાવ્યું કે આવા વિદ્યાર્થીઓ હવે રશિયન યુનિવર્સિટીઓમાં તેમણે જ્યાંથી અભ્યાસ અધૂરો છોડ્યો હતો ત્યાંથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. હવે તેમણે તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની જરૂર નહીં પડે અને તેમનું શૈક્ષણિક વર્ષ પણ બગડશે નહીં.
રશિયન યુનિવર્સિટીમાં સ્કોલરશિપ લઈ શકશે
રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં રશિયન હાઉસના ડિરેક્ટર રતિશ સી. નાયરના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવી રહ્યા હતા તેઓ રશિયન યુનિવર્સિટીઓમાં પણ સ્કોલરશીપ મેળવી શકે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી છે કે રશિયન યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તેમણે ફી ભરવી પડશે. યુક્રેનમાં ચૂકવવામાં આવેલી ફી રશિયાની યુનિવર્સિટીઓ માટે માન્ય રહેશે નહીં.
આ પણ વાંચોઃ
Explainer: કોવિડની વધતાં મામલા વચ્ચે બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી ? જાણો વિગત
બોલિવૂડમાં ફરી ધૂણ્યું ડ્રગ્સનું ભૂત, શ્રદ્ધા કપૂરના ભાઈ પર લાગ્યો આરોપ