War: યૂક્રેનના મારિયુપૉલમાં હજારો કબરો પર વસાવવામાં આવી રહ્યું છે રશિયન શહેર, સ્કૂલ-રસ્તાંના નામ બદલાયા
રશિયન કર્મચારીઓ મારિયુપૉલ શહેરમાં બૉમ્બમારાથી ક્ષતિગ્રસ્ત થયેલી બિલ્ડિંગોમાંથી રોજ એકને તોડી રહ્યાં છે, તે ત્યાં કાટમાળની સાથે સાથે લાશેને દુર લઇ જઇ રહ્યાં છે
Russia Ukraine War Update: રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પોર્ટ બંદર શહેર મારિયુપૉલ (Mariupol) માં એક નવુ રશિયન શહેર (Russian City) બનાવવામા આવી રહ્યું છે, યૂક્રેન મારિયુપૉલ શહેર પર મેમાં રશિયાના કબજાના મહિના બાદ આ પગલુ ભર્યુ છે. ઉલ્લેખનીય છે કે મારિયુપૉલમાં યુદ્ધ દરમિયાન હજારો લોકોના જીવ ગયા હતા. એપીની એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, કમ સે કમ એક યૂરોપીય કંપનીના સામાનની સાથે મારિયુપૉલના ખંડોરે પર એક નવુ રશિયન શહેર બનાવવામાં આવી રહ્યું છે.
રશિયન કર્મચારીઓ મારિયુપૉલ શહેરમાં બૉમ્બમારાથી ક્ષતિગ્રસ્ત થયેલી બિલ્ડિંગોમાંથી રોજ એકને તોડી રહ્યાં છે, તે ત્યાં કાટમાળની સાથે સાથે લાશેને દુર લઇ જઇ રહ્યાં છે. એક સમયે સંપન્ન રહેલુ આ શહેર હવે રશિયન સૈનિકો, બિલ્ડરો, અધિકારીઓ અને ડૉક્ટરોની સાથે ગેરીસન શહેર બનવાના રસ્તાં પર છે. આ તે હજારો યૂક્રેનિયનોની જગ્યા લઇ રહ્યાં છે, જે યુદ્ધમાં માર્યા ગયા કે પછી તેને છોડીને ચાલ્યા ગયા હતા.
મારિયુપૉલનો ઇતિહાસ મિટાવવા રશિયાનો પ્રયાસ -
રશિયા યૂક્રેની શહેરના ઇતિહાસ સાથે જોડાયેલી તમામ નિશાનીઓને મેટાવી રહ્યું છે. રશિયાએ યૂક્રેની શહેરના રસ્તાના નામ બદલીને સોવિયત નામ કરી દીધા છે. શહેરના નામની જાહેરાત કરનાના મોટા ચિન્હનને રશિયન ઝંડા અને રશિયન સ્પેલિંગના લાલ, સફેદ અને વાદળી રંગના રંગથી ફરીથી રંગી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં એવેન્યૂ મારિયુપૉલના નામને બદલી દેવામાં આવ્યુ છે, જેને હવે લેનિન એવન્યૂ કહેવામાં આવશે.
એપી અનુસાર, મારિયુપૉલમાં કેટલીક સ્કૂલો ખુલ્લી છે, જેમાં રશિયન સિલેબલનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત ત્યાં ફોન અને ટેલિવિઝન નેટવર્ક હવે રશિયાના થઇ ગયા છે, યૂક્રેની મુદ્રા ખતમ થઇ રહી છે અને મારિયુપૉલ હવે મૉસ્કોના ટાઇમ ઝૉનમાં છે.
Russian President Vladimir Putin said that Russia wants an end to the war in Ukraine and that this would inevitably involve a diplomatic solution, reports Reuters
— ANI (@ANI) December 22, 2022
(File pic) pic.twitter.com/iM4mwzIBu0
10 મહિના સુધી રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે તો આ યુદ્ધ અટકતું જણાતું નથી. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે.
આ દરમિયાન મીડિયા સાથેની વાતચીત દરમિયાન પુતિને યુક્રેનને અમેરિકન પેટ્રિયોટ ડિફેન્સ સિસ્ટમની સપ્લાય કરવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનને જે પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરી રહ્યું છે તે અમેરિકાની જૂની હથિયાર સિસ્ટમ છે અને રશિયા તેનો સામનો કરવા સક્ષમ છે. તેનો સામનો કરવા માટે રશિયા પાસે S-300 સિસ્ટમ છે.