બાલકનીમાં લડતુ હતુ કપલ, અચાનક બાલકનીની રેલિંગ તુટી ને કપલ 25 ફૂટ ઉપરથી નીચે પડ્યુ, પછી શું થયુ, જુઓ વીડિયો.........
આ વીડિયો ઓલ્ગા વોલ્કોવા અને યેવગેની કાર્લાગિન નામના દંપતિનો છે, જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પોતાના ઘરના બીજા માળ પર લડાઇ કરતા દેખાઇ રહ્યાં છે, અને તેમનો આ વીડિયો કોઇ રાહદારીએ બનાવ્યો છે.
નવી દિલ્હીઃ કોઇપણ દંપતિની વચ્ચે ઝઘડો થવા સામાન્ય વાત છે, કેટલાક દંપતિ પોતાની લડાઇ ઘરની અંદર જ રાખવાનુ પસંદ કરે છે, તો કેટલાક વિના સમજે-વિચારે ક્યાંય પણ લડવાનુ શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય દંપતિને લડતા લડતા નીચે પડતા જોયા છે? સાંભળવામાં તમને થોડુક વિચિત્ર લાગશે પરંતુ સોશ્યલ મીડિયા પર એક દંપતિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે પોતાની બાલકનીમાં લડતા દેખાઇ રહ્યાં છે, અને પછી અચાનક બાલકનીની રેલિંગ તુટી જાય છે અને તે બન્ને 25 ફૂટ નીચે રસ્તાં પર પટકાય જાય છે.
આ વીડિયો ઓલ્ગા વોલ્કોવા અને યેવગેની કાર્લાગિન નામના દંપતિનો છે, જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પોતાના ઘરના બીજા માળ પર લડાઇ કરતા દેખાઇ રહ્યાં છે, અને તેમનો આ વીડિયો કોઇ રાહદારીએ બનાવ્યો છે. વળી દંપતિને ગંભીર રીતે ઘાયલ થયા બાદ નજીકની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, જ્યાં બન્નેની હાલત ઠીક બતાવવામાં આવી રહી છે, તેમને ગંભીર ઇજાઓ નથી થઇ.
ઘટનાની થઇ રહી છે તપાસ
પ્રત્યક્ષદર્શીઓને બતાવ્યુ કે દંપતિને એક નાનો દીકરો છે, અને સવારે લગભગ 10 વાગે કપલ બાલકનીમાં લડતા દેખાયા હતા. વળી ઘટના બાદ સેન્ટ પીટર્સબર્ગ રાજ્ય અભિયોજકના કાર્યાલયે કેસની તપાસ શરૂ કરી દીધી છે, અને એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે શું બાલકની પહેલાથી જ ખરાબ હતી કે નહીં.
પ્રત્યક્ષદર્શીનુ નિવેદન
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે, જ્યારે તે પોતાની સહયોગીની સાથે જઇ રહ્યાં હતા ત્યારે તેમને રસ્તાં પર ભીડ જોઇ, અને દંપતિને લડતા જોયા તો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો, તે સમયે બન્ને નીચે પડી ગયા. આ પછી ત્યાં રહેલી ભીડમાં એક શખ્સને ચિકિત્સા અનુભવ હતો એટલે તેને દંપતિની મદદ કરી અને તેમના પલ્સ ચેક કર્યા. પછી પ્રત્યક્ષદર્શીઓએ એમ્બ્યૂલન્સને બોલાવી હતી.