(Source: ECI/ABP News/ABP Majha)
Russia War: યૂક્રેન યુદ્ધની વચ્ચે મૉસ્કો પર થયો ડ્રૉન હુમલો, શહેરની કેટલીય ઇમારતો થઇ ક્ષતિગ્રસ્ત
રશિયાના મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ અંગ જણાવ્યુ કે, મંગળવારે સવારે મૉસ્કોમાં ડ્રૉન હુમલો થયો હતો. આ હુમલામાં કેટલીય ઈમારતોને નાનુ મોટુ નુકસાન પહોંચ્યુ છે
Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે ભીષણ થઇ રહ્યું છે, છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે રશિયામાં હુમલો થવાની ઘટના સામે આવી છે. બન્ને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે, ત્યારે હવે ક્રેમલિન બાદ રશિયાના મૉસ્કો પર ડ્રૉન એટેક થયો છે. આ વાતને લઇને રશિયા વધુ ગુસ્સે ભરાયુ છે, આ હુમલામાં મૉસ્કોની કેટલીક ઇમારતોને નુકશાન પહોંચ્યુ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કોણે કર્યો હતો.
રશિયાના મૉસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ અંગ જણાવ્યુ કે, મંગળવારે સવારે મૉસ્કોમાં ડ્રૉન હુમલો થયો હતો. આ હુમલામાં કેટલીય ઈમારતોને નાનુ મોટુ નુકસાન પહોંચ્યુ છે. જોકે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. મેયરે આગળ જણાવ્યું હતું કે હુમલામાં નુકસાન પામેલી બે ઈમારતોના રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને શહેરની તમામ ઈમરજન્સી સેવાઓ હાલમાં ઘટનાસ્થળે છે. વળી, એક રશિયન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણમાં મૉસ્કોની એક બિલ્ડિંગમાં રહેલા કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
MASSIVE DRONE ATTACK ON MOSCOW 🇷🇺
— Jason Jay Smart (@officejjsmart) May 30, 2023
“⚡️Moscow and Moscow region under massive drone attack
For about an hour, Russian air defense has been trying to shoot down aircraft that are attacking the Russian capital, but have not always successfully - some have hit their targets.” pic.twitter.com/2QsY8Gpjd1
મૉસ્કોના ગવર્નર આંદ્રે વોરોબ્યોવે પણ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, મૉસ્કો પર અનેક ડ્રૉન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઠાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ડ્રૉન હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. વળી, કેટલીક રશિયન ચેનલો અનુસાર, મૉસ્કોની બહારના વિસ્તારમાં ચારથી 10 ડ્રૉનને ઠાર કરવામાં આવ્યા છે.
Alleged FSB source in Moscow: Full mobilization is likely to be announced in the coming days in Russia.
— Igor Sushko (@igorsushko) May 30, 2023
If this is true, then this morning's multiple drone attack on Moscow, most of which appear to be getting shot down by air defense, could very well be Putin's false-flag. pic.twitter.com/Ks0zKcAL1J
Moscow has explosions. A drone attack. pic.twitter.com/ce2TEaHoAt
— Andrew Perpetua (@AndrewPerpetua) May 30, 2023
-