શોધખોળ કરો

પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી

આ અઠવાડિયાની શરૂઆતમાં, બ્રિટિશ સરકારે પુતિનના ભૂતપૂર્વ જમાઈ (અને ભૂતપૂર્વ અબજોપતિ) કિરીલ શામાલોવ સહિત ઘણા અબજોપતિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યા પછી દેશના શેરબજાર અને રૂબલ ડૂબી જતાં રશિયાના અબજોપતિઓની સંપત્તિમાં મોટાપાયે ધોવાણ થયું છે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને રવિવારે ક્રેમલિન ખાતેની બેઠક દરમિયાન દેશના ટોચના વ્યાપારી નેતાઓને જણાવ્યું હતું કે જે થઈ રહ્યું છે તે કરવું ખૂબ જ જરૂરી હતું.

પુતિને બોલાવેલી બેઠકમાં ઓછામાં ઓછા 13 અબજોપતિઓ હાજર હતા. પુટિને તેમને કહ્યું, "અમારી પાસે આ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. " અહેવાલો અનુસાર પુતિનની આ વાત પર અબજોપતિઓમાંથી કોઈએ કોઈ જ ટિપ્પણી કરી નથી.

ફોર્બ્સના અહેવાલ મુજબ 16 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી 116 અબજોપતિઓને 126 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

તેમાંથી, ગુરુવારે અંદાજે $71 બિલિયનનું ધોવાણ થયું હતું, જ્યારે રશિયાનો Moex ઇન્ડેક્સ 33% નીચે બંધ થયો હતો અને રૂબલ ડોલર સામે રેકોર્ડ નીચી સપાટીએ ગબડી ગયો હતો.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ગુરુવારે ક્રેમલિન ખાતેના ઓછામાં ઓછા પાંચ અબજોપતિઓ - અલેકપેરોવ, મિખેલસન, મોર્દાશોવ, પોટેનિન અને કેરીમોવને સૌથી વધુ નુકસાન થયું હતું. એકંદરે, ઓછામાં ઓછા 11 રશિયન અબજોપતિઓએ ગુરુવારે દરેકને $1 બિલિયન અથવા તેથી વધુ ગુમાવ્યા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં, બ્રિટિશ સરકારે પુતિનના ભૂતપૂર્વ જમાઈ (અને ભૂતપૂર્વ અબજોપતિ) કિરીલ શામાલોવ સહિત ઘણા અબજોપતિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. યુક્રેન પર રશિયનના હુમલાને પગલે તેણે રશિયાની બેંકોની સંપત્તિ ફ્રીઝ કરવાની અને રશિયન નાગરિકો પર યુકે બેંક ખાતામાં $66,000 (50,000 પાઉન્ડ) થી વધુ રાખવા પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ પશ્ચિમી નેતાઓને વધુ આગળ વધવા અને આંતરરાષ્ટ્રીય નાણા અને બેન્કિંગ માટેની મુખ્ય પાઈપલાઈન પૈકીની એક, સ્વિફ્ટ ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમમાંથી રશિયાને બહાર કાઢવા દબાણ કર્યું હોવાનું અહેવાલ છે.

બ્રિટિશ વિપક્ષી ધારાશાસ્ત્રીઓએ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને વધુ આગળ વધવા અને પ્રીમિયર લીગ સોકર ટીમ ચેલ્સિયા એફસીના માલિક, રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચની સંપત્તિ જપ્ત કરવા હાકલ કરી.

ફોર્બ્સે અહેવાલ આપ્યો છે કે આ અઠવાડિયે અબ્રામોવિચે તેની સંપત્તિમાંથી $1 બિલિયનથી વધુનું ધોવાણ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget