શોધખોળ કરો

Sadiq Khan: લેબર પાર્ટીનો દાવો- લંડનના ફરીવાર મેયર બનશે સાદિક ખાન, આ ભારતીયનું નસીબ પણ દાવ પર

Sadiq Khan: લંડનમાં 2 મેના રોજ મેયરની ચૂંટણી યોજાઈ રહી છે. લંડનના મેયરનું પદ ખૂબ મહત્વનું છે

London Mayor Election: પાકિસ્તાની મૂળના સાદિક ખાન ફરી એકવાર લંડનના મેયર બની શકે છે. 2 મેના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ 4 મે (શનિવાર)ના રોજ આવી રહ્યા છે. હાલમાં મતગણતરી ચાલી રહી છે અને સાદિક ખાન અન્ય ઉમેદવારો કરતા ઘણા આગળ છે. તેમની "લેબર પાર્ટી" એ દાવો કર્યો છે કે તેઓ જીતી ચૂક્યા છે.

મર્ટન અને વાન્ડ્સવર્થમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરખામણીમાં લેબર પાર્ટીને 5.1 ટકા વધુ વોટ મળતા જોવા મળે છે. ખાનને કુલ મતદારોના 48.3 ટકા મત મળ્યા, જે સૌથી વધુ છે. ગ્રીનવિચ અને લૂઇસહમમાં ખાનને 46.5 ટકા વોટ મળ્યા છે. ખાનના પક્ષના નેતા સર કીર સ્ટારમેરે જાહેરાત કરી હતી કે તેમને વિશ્વાસ છે કે સાદિક ખાન લંડનના મેયર તરીકે ઐતિહાસિક ત્રીજી વખત જીતશે.

લંડનમાં મેયરનું પદ ખૂબ મહત્વનું છે

લંડનમાં 2 મેના રોજ મેયરની ચૂંટણી યોજાઈ રહી છે. લંડનના મેયરનું પદ ખૂબ મહત્વનું છે. લંડનમાં રહેતા લાખો લોકોની જીવનશૈલી સંબંધિત તમામ નિર્ણયો મેયરના હાથમાં છે, તેથી આ ચૂંટણીની વિશ્વભરમાં ચર્ચા છે. આ ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો છે. સાદિક ખાન લેબર પાર્ટી તરફથી ફરી એકવાર મેદાનમાં છે જ્યારે સુસાન હોલને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુખ્ય હરીફાઈ આ બંને વચ્ચે હોવાનું કહેવાય છે.

એક ભારતીયે પણ પોતાનું નસીબ અજમાવ્યું છે

આ મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવાર તરુણ ગુલાટી પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તરુણ ગુલાટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને બિઝનેસમેન છે. સાદિક ખાન 2016થી લંડનના મેયર છે. સાદિક ખાન પાકિસ્તાની મૂળના બ્રિટિશ છે. તેમના પિતા પહેલા લખનઉથી પાકિસ્તાન અને પછી ઈંગ્લેન્ડ ગયા હતા.

જ્યારે તરુણ ગુલાટીના પિતા ભારત સરકારમાં ઉચ્ચ અધિકારી હતા. તરુણ ગુલાટીનો જન્મ ભારતમાં થયો હતો. તેમનું શિક્ષણ પણ અહીં જ થયું અને ભારતમાં 35 વર્ષ ગાળ્યા પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને બિઝનેસમેન તરીકે પોતાની ઓળખ બનાવી હતી.                                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget