Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Bondi Beach shooting: કાળા કપડાં પહેરેલા બે હુમલાખોરોએ વરસાવી ગોળીઓ: બીચ પર લોહીયાળ રવિવાર, પોલીસે 2 શકમંદોની અટકાયત કરી.

Sydney Bondi Beach shooting: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના વિશ્વપ્રસિદ્ધ બોન્ડી બીચ પર રવિવારની રજા લોહિયાળ બની ગઈ છે. અહીં આયોજિત યહૂદી તહેવાર 'હનુક્કાહ'ની ઉજવણી દરમિયાન અચાનક બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં પ્રાથમિક અહેવાલો મુજબ 7 થી 10 લોકોના મોત થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોની અટકાયત કરી છે.
હનુક્કાહ ફેસ્ટિવલમાં માતમ: 50 રાઉન્ડ ફાયરિંગથી ધ્રૂજી ઉઠ્યું સિડની
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બોન્ડી બીચ પર બોન્ડીના ચાબાડ દ્વારા આયોજિત "ચાનુક્કાહ બાય ધ સી" (Chanukah by the Sea) કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લોકો ઉત્સવના માહોલમાં હતા ત્યારે અચાનક કાળા કપડાં પહેરેલા બે શખ્સો એક બ્રિજ પર દેખાયા હતા. કંઈ સમજાય તે પહેલાં જ તેમણે ભીડ પર ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી હતી. અંદાજે 12 થી 50 રાઉન્ડ ફાયરિંગના અવાજો સંભળાયા હતા. ગોળીબાર થતાં જ બીચ પર હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા માટે આડાઅવળા ભાગવા લાગ્યા હતા.
WATCH 🔴
— Open Source Intel (@Osint613) December 14, 2025
Police neutralized 2 shooters at Bondi Beach, with officers seen performing CPR on the terrorists.
More than 50 rounds were fired into a crowd of about 1,000 people. pic.twitter.com/Y2xJRFXQgW
ઘટનાસ્થળે અંધાધૂંધી અને ચીસાચીસ
હુમલા બાદની સ્થિતિ અત્યંત ડરામણી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષા દળો લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વીડિયોમાં લોકો રસ્તા પર પડેલા ઘાયલોને CPR આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ચારેતરફ પોલીસ સાયરન અને લોકોની ચીસો સંભળાતી હતી. જે લોકો તહેવાર મનાવવા આવ્યા હતા, તેઓ આશ્રયસ્થાનોમાં છુપાઈને જીવ બચાવવા મજબૂર બન્યા હતા.
❗️2 GUNMEN spotted as shots echo across Bondi Beach right now
— RT (@RT_com) December 14, 2025
Hysterical screams from onlookers
Reports of 'multiple victims' https://t.co/aOvPWkB0Wr pic.twitter.com/1TtpEWpJ7n
10 લોકોના મોતની આશંકા: પોલીસનું ઓપરેશન ચાલુ
વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે, જોકે તંત્ર દ્વારા હજુ સુધી મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એમ્બ્યુલન્સ સેવાઓએ અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ ઘટનાને ગંભીર ગણાવીને લોકોને બોન્ડી બીચ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે બે લોકો કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે શહેરના અન્ય કોઈ ભાગમાં આવી ઘટના બની નથી.
MASS Shooting at Hanukkah party at Australia's Bondi Beach
— RT (@RT_com) December 14, 2025
2,000 members of the Jewish community gathered to light candles — intruders came with GUNS
Several injured, fatalities unknown https://t.co/2R1VzdkFSx pic.twitter.com/ybIJv7o8JO
વડાપ્રધાન અલ્બેનીઝે આપ્યા કડક આદેશ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. PM કાર્યાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને પોલીસની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે. બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે આ ઘટનાને "ખૂબ જ વિચલિત કરનારી" ગણાવી છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.




















