શોધખોળ કરો

Iran: ઇરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં ઇરાને કર્યો મિસાઇલથી હુમલો, ગર્ભવતી મહિલા સહિત 13નાં મોત

ઈરાને કુર્દીસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલની સાથે સાથે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો

મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં ટીકાનો સામનો કરી રહેલા ઈરાને ઈરાકના કુર્દીસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત 13 લોકોના મોત થયા છે અને લગભગ 58 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

ઈરાને કુર્દીસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલની સાથે સાથે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો કુર્દિસ્તાનમાં ઈરાન વિરોધી જૂથોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે તેઓએ હુમલામાં તાજેતરના રમખાણોને સમર્થન આપનારા લોકોને મારી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે લગભગ 12 દિવસ પહેલા ઈરાની પોલીસે મહસા અમીની નામની મહિલાને હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લીધી હતી. પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત થયુ હતું. ત્યારબાદ સમગ્ર ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન શરૂ થયા હતા.

મહસા અમીનીની હત્યાના વિરોધમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ઈરાનમાં વધી રહેલા વિરોધને જોતા સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ યુએનમાં ઘણા દેશોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની નિંદા કરી છે. મહસા અમીનીની હત્યાના વિરોધમાં ન્યુયોર્ક શહેરમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સેંકડો ઈરાનીઓએ સંયુક્ત રાષ્ટ્ર ભવન સામે પ્રદર્શન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં મહિલાઓ પોતાના હિજાબને સળગાવી રહી છે. કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ કાપીને ગુસ્સો વ્યક્ત કરી રહી છે.

સરમુખત્યાર કિમ જોંગ ઉનની સીક્રેટ દીકરીનો પહેલો ફોટો થયો વાયરલ? જાણો શું કહ્યું નિષ્ણાતોએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!

Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!

હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાભરના જહાજો ફસાયા, પણ ભારતીય ટેન્કરોને મળી એન્ટ્રી: દેશ માટે મોટા રાહતના સમાચાર!

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

Embed widget