શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમેરિકામાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો સંક્રમિત, કુલ મૃત્યુઆંક 37 હજારને પાર
અમેરિકામાં 7 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકો આ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
નવી દિલ્હી: દુનિયાનો સૌથી તાકતવર દેશ અમેરિકા હાલ કોરોના વાયરસની મહામારીથી પરેશાન છે. અમેરિકામાં 7 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકો આ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયામાં થયેલા કુલ મોતમાંથી 24 ટકા મોત એકલા અમેરિકામાં થયા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે મહામારીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા તેની પુષ્ટી નથી કરી રહ્યા. અત્યાર સુધીમાં દુનિયામાં અમેરિકા અંદર વધી રહેલા સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવતા ટ્રમ્પે દેશમાં સૌથી વધુ પરિક્ષણ થતા હોવાની વાત કરી હતી, પરંતુ ઝડપથી થઈ રહેલા મોત પર તેમણે કોઈ ટિપ્પણી નહોતી કરી.
દુનિયાભરમાં શુક્રવાર સુધીમાં કુલ 21,58,076 લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 1,50,000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે માત્ર છેલ્લા 24 કલાકની અંદર 4591 મોત થયા છે. આ સાથે જ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 37 હજારને પાર થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion