Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન (Russia-Ukraine War)ની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધમાં હવે દિવસે દિવસ વધુને વધુ લોકો જીવ ગુમાવી રહ્યાં છે. આમાં સામાન્ય લોકોથી લઇને કેટલાય સૈનિકો મોતને ઘાટ ઉતરી ગયા છે. બન્ને દેશોને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. હવે રિપોર્ટ છે કે, આ યુદ્ધમાં યૂક્રેની શાર્પ શૂટર થાલિટા ડોનુ પણ મોત થઇ ગયુ છે. યૂક્રેનની સેનામાં સામેલ થયેલી બ્રાઝીલની મૉડલ રશિયન હવાઇ હુમલામાં (Russian airstrike) મૃત્યુ પામી છે. થાલિટાના સંબંધીઓ એ ખબરની પુષ્ટી કરી છે. આ અઠવાડિયે તેના મોતની જાણકારી મળી છે.


બતાવવામાં આવી રહ્યું છે કે થાલિટા ડોનું મૃત્યુ શ્વાસ રુંધાવવાના કારણે થયુ ચે. રશિયાએ 30 જૂને ખારકીવમાં રૉકેટ હુમલો કર્યો હતો. રશિયા તરફથી કરવામાં આવેલી સ્ટ્રાઇકના કારણે બંકરમાં આગ લાગી ગઇ હતી. તેના સાથે ડગલસ બુર્ગિયો જેની ઉંમર 40 વર્ષ હતી. તે પણ આ યુદ્ધમાં લડી રહ્યો હતો, અને તેનુ પણ આ રૉકેટ હુમલામાં મૃત્યુ થઇ  ગયુ છે. બુર્ગિયોના મોત ત્યારે થયુ જ્યારે તેને બંકરમાથી કાઢવામાં આવી રહ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે થાલિટા ડો બ્રાઝિલની રહેવાસી હતી. મૉડેલિંગમાં કેરિયર બનાવ્યા બાદ તેને લૉનો અભ્યાસ કર્યો હતો. આઇએસઆઇએસ વિરુદ્ધ મોરચો લેવા માટે કુર્દિશ સેનાઓમાં સામલે થઇ. થાલિટા હાલના સમયમાં એક ટ્રેન્ડ સ્નાઇપર બની ચૂકી હતી. ત્યારે તે મૃત્યુ પામી તેના ત્રણ અઠવાડિયા પહેલા જ તે યૂક્રેન પહોંચી હતી, અને પછી તેને ખારકિવ મોકલી દેવામાં આવી હતી, તેના ભાઇ રોડ્રિગો વાયએરિયાએ તેને એક નાયક તરીકે સન્માનિત કરી છે, જેને બીજાઓની મદદ કરવા માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ.


આ પણ વાંચો.......... 


ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો


DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?


IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ


સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો


Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’


આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?