શોધખોળ કરો

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ન તો સત્તા પરિવર્તન, ન તો પરમાણુ હથિયારો... જાણો ઈરાન પર અમેરિકાના હુમલા પાછળનો અસલી ખેલ!

લગભગ 40 વર્ષ જૂનું સપનું પૂરું કરવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તેલ ભંડાર 'ખાર્ગ આઈલેન્ડ' પર નજર બગાડી; પણ ઈઝરાયલ અને નાટોના સાથ વિના જમીની યુદ્ધમાં અમેરિકા પડ્યું એકલું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા ઈરાનના તેલ અને ખાસ કરીને ખાર્ગ ટાપુ પર કબજો જમાવવા માંગે છે.
  • ખાર્ગ ટાપુ ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જ્યાંથી 90% તેલ નિકાસ થાય છે.
  • ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું, સાથી દેશોનો સહયોગ મળ્યો નથી.
  • ઈઝરાયલે પણ ઈરાનમાં સેના મોકલવાની ના પાડતા ટ્રમ્પ એકલા પડી ગયા.

ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર જે હુમલો કર્યો હતો, તેનું સાચું કારણ હવે દુનિયા સામે આવી ગયું છે. અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે અને તેને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માંગે છે. પરંતુ યુદ્ધમાં એક મહિનો વિતાવ્યા પછી ખુદ ટ્રમ્પે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમનો અસલી ટાર્ગેટ ઈરાનનું તેલ અને ખાસ કરીને તેના 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાનો છે. જોકે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ કરી દેવી, નાટો દેશો તરફથી કોઈ મદદ ન મળવી અને હવે ઈઝરાયલે પણ પોતાની સેના ઈરાનની જમીન પર મોકલવાની ચોખ્ખી ના પાડી દેતા, ટ્રમ્પ માટે પોતાનો આ મનસૂબો પાર પાડવો અત્યંત મુશ્કેલ બની ગયો છે.

ખાર્ગ આઈલેન્ડ પાછળ કેમ પડી છે અમેરિકાની નજર?

ઈરાન પર હુમલો કર્યા પછી અમેરિકાને અંદાજ નહોતો કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને એવી રીતે બ્લોક કરી દેશે કે ત્યાંથી એકપણ જહાજ પસાર ન થઈ શકે. તમામ પ્રયાસો કરવા છતાં અમેરિકા આ રસ્તો ખોલાવી શક્યું નહીં. ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમને ઈરાનમાં સૌથી વધુ જો કંઈ રસ હોય તો તે છે તેનું તેલ, અને અમેરિકા ખાર્ગ ટાપુ પર કબજો જમાવી શકે છે.

ખાર્ગ ટાપુ ઈરાન માટે સોનાની ખાણ સમાન છે. ઈરાન તેના કુલ તેલની 90 ટકા નિકાસ માત્ર આ જ ટાપુ પરથી કરે છે. પર્સિયન ગલ્ફમાં આવેલા આ ટાપુના દરિયાઈ પાણી એટલા ઊંડા છે કે દુનિયાના સૌથી મોટા ઓઈલ ટેન્કરો પણ ત્યાં સરળતાથી લંગર નાખીને તેલ ભરી શકે છે. વળી, ભૌગોલિક રીતે તેનું લોકેશન એવું છે કે ઈરાન ત્યાં બેઠા બેઠા આખા પર્સિયન ગલ્ફની નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે અને પોતાના તેલ સપ્લાયને સુરક્ષિત કરી શકે છે.

ઈરાનના અર્થતંત્રની જીવાદોરી છે આ ટાપુ

માહિતી મુજબ, ઈરાને આ ખાર્ગ ટાપુ પર 40 થી વધુ મહાકાય સ્ટોરેજ ટેન્ક બનાવ્યા છે, જેમાં 30 થી 35 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાની ક્ષમતા છે. ઈરાન અહીંથી રોજના આશરે 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. જો ઈરાન આજે નવું તેલ કાઢવાનું સાવ બંધ કરી દે, તો પણ તે સતત 20 દિવસ સુધી અહીંથી તેલ વેચી શકે તેમ છે. જરૂર પડે તો ઈરાન રોજનું 7 થી 10 મિલિયન બેરલ તેલ પણ જહાજોમાં લોડ કરી શકે છે. ઈરાન આ તેલ વેચીને વાર્ષિક 80 બિલિયન ડોલરની કમાણી કરે છે, જે ઈરાન સરકારના કુલ ખર્ચના 40 ટકા જેટલો મોટો હિસ્સો છે. સાદી ભાષામાં કહીએ તો, ખાર્ગ ટાપુ એ ઈરાનની અર્થવ્યવસ્થાનું હૃદય છે.

ટ્રમ્પનું 1988 નું સપનું અને આજની વાસ્તવિકતા

ટ્રમ્પ માટે ખાર્ગ ટાપુ પર કબજો કરવાની વાત નવી નથી. 1988 માં જ્યારે તેઓ માત્ર એક ઉદ્યોગપતિ હતા, ત્યારે પણ તેમણે 'ધ ગાર્ડિયન' અખબારને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું ખાર્ગ પર કબજો કરીશ." એ સમયે ઈરાન-ઈરાક યુદ્ધ ચાલતું હતું અને અમેરિકામાં રોનાલ્ડ રીગનની સરકાર હતી. ત્યારે પણ ટ્રમ્પે નાટો દેશોની ટીકા કરતા પૂછ્યું હતું કે અમેરિકા હોર્મુઝમાં એવા જહાજોનું રક્ષણ કેમ કરી રહ્યું છે જે તેના પોતાના નથી. એ વખતે અમેરિકાના સપોર્ટથી ઈરાકે ખાર્ગ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો.

આજે ફરક માત્ર એટલો છે કે 1988 માં ટ્રમ્પ માત્ર બોલી શકતા હતા, આજે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આદેશ આપી શકે છે. આ જ કારણથી મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 40,000 થી વધારીને 50,000 થી વધુ કરી દેવામાં આવી છે. જેમાં 2,500 મરીન કમાન્ડો, 2,500 નવા ખલાસીઓ અને યુએસ આર્મીના 82મા એરબોર્ન ડિવિઝનના 2,000 પેરાટ્રૂપર્સને પણ તૈનાત કરાયા છે.

આટલી ફોજ હોવા છતાં જમીન પર ઈરાનનો સામનો કરવા માટે અમેરિકાને સાથી દેશોની જરૂર છે. ટ્રમ્પને પૂરી આશા હતી કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની સેનાને ઈરાનમાં મોકલશે, પરંતુ ઈઝરાયલે સ્પષ્ટ ના પાડી દીધી છે કે તેમનો એકપણ સૈનિક ઈરાનમાં પગ નહીં મૂકે. નાટો દેશો તરફથી પહેલાથી જ કોઈ સપોર્ટ નથી, અને હવે ઈઝરાયલે પણ હાથ અધ્ધર કરી દેતા ટ્રમ્પ આ યુદ્ધના મેદાનમાં સાવ એકલા પડી ગયા છે. તેમનું 40 વર્ષ જૂનું સપનું હજુ પણ હકીકતથી ઘણું દૂર દેખાઈ રહ્યું છે.

Frequently Asked Questions

અમેરિકાએ ઈરાન પર શા માટે હુમલો કર્યો?

અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ ઈરાનના તેલ અને ખાસ કરીને 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાનો છે. ટ્રમ્પ ઈરાનના તેલમાં ખૂબ રસ ધરાવે છે.

ખાર્ગ આઈલેન્ડ ઈરાન માટે આટલું મહત્વનું કેમ છે?

ખાર્ગ ટાપુ ઈરાન માટે સોનાની ખાણ સમાન છે. તે ઈરાનના કુલ તેલની 90% નિકાસનું કેન્દ્ર છે અને પર્સિયન ગલ્ફની ગતિવિધિઓ પર નજર રાખવા માટે મહત્વનું છે.

શું ટ્રમ્પનું ખાર્ગ આઈલેન્ડ પર કબજાનું સ્વપ્ન નવું છે?

ના, ટ્રમ્પનું 1988માં પણ ખાર્ગ પર કબજો કરવાનું સ્વપ્ન હતું. ત્યારે તેઓ માત્ર એક ઉદ્યોગપતિ હતા, પરંતુ હવે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આદેશ આપી શકે છે.

શું અમેરિકાને ઈરાન સામે લડવામાં સાથી દેશોની મદદ મળી રહી છે?

ના, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને ઈઝરાયલ તથા નાટો દેશો તરફથી મદદ ન મળવાને કારણે ટ્રમ્પ એકલા પડી ગયા છે.

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget