શોધખોળ કરો

ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઈઝરાયલે હાથ અધ્ધર કર્યા; જો ગ્રાઉન્ડ ઓપરેશન થશે તો અમેરિકાએ હવે એકલા હાથે જ લડવું પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇઝરાયલ ઈરાનમાં જમીની કાર્યવાહી કરશે નહીં.
  • ઇઝરાયલ હિઝબુલ્લાહ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • અમેરિકા ઈરાન સામે એકલું લડશે.
  • પેન્ટાગોન ઈરાન માટે સૈનિકો મોકલી રહ્યું છે.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે. ઈઝરાયલે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સેના ઈરાનમાં ઘૂસીને કોઈ જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) નહીં કરે. ઈઝરાયલના આ ખુલ્લા એલાનથી હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જો ઈરાન સામે જમીની યુદ્ધ છેડાય છે, તો તેનો સંપૂર્ણ ભાર માત્ર અમેરિકાના ખભા પર આવી જશે અને તેણે એકલા જ લડવું પડશે.

ઈઝરાયલે કેમ લીધો આવો નિર્ણય?

ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, ઈઝરાયલે પોતાની સરહદોની સુરક્ષા જાળવી રાખવા અને દક્ષિણ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામેના પોતાના સૈન્ય અભિયાન પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. ઈઝરાયલનું કહેવું છે કે તે ઈરાન પર પોતાની હવાઈ અને દરિયાઈ કાર્યવાહી તો ચાલુ જ રાખશે, પરંતુ પોતાની સેનાને ઈરાનની જમીન પર લડવા માટે બિલકુલ નહીં મોકલે.

અમેરિકા માટે આંચકાજનક સ્થિતિ

ઈઝરાયલના આ પગલાને અમેરિકા માટે બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઈઝરાયલની 'ચેનલ 12' ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, જો હવે અમેરિકા ઈરાન વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરે છે, તો તેણે આ મિશન એકલા હાથે જ પૂરું કરવું પડશે. જોકે, ઈઝરાયલ અમેરિકાને ટેકનિકલ સપોર્ટ આપશે કે સિક્રેટ ઇન્ટેલિજન્સ (ગુપ્ત માહિતી) પૂરી પાડશે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

પેન્ટાગોનની તૈયારીઓ અને વધતું લશ્કર

આ તરફ, વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, અમેરિકાનું રક્ષા મંત્રાલય (પેન્ટાગોન) ઈરાનમાં જમીની કાર્યવાહી માટેની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો અને મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલી અમેરિકન સૈન્યની હાજરી આ શક્યતાઓને વધુ પાક્કી કરી રહી છે.

પીટીઆઈ (PTI) ના રિપોર્ટ મુજબ, પેન્ટાગોન મિડલ ઈસ્ટમાં વધુ 10,000 જેટલા સૈનિકોને તૈનાત કરી રહ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે શનિવારે જ જાહેરાત કરી દીધી છે કે 2,500 મરીન કમાન્ડો સહિત 3,500 થી વધુ સૈનિકો પહેલેથી જ મિડલ ઈસ્ટમાં પહોંચી ગયા છે.

હવે ટ્રમ્પ શું નિર્ણય લેશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ખરેખર આ ગ્રાઉન્ડ ઓપરેશનનો આદેશ આપશે કે કેમ, તેના પર હજુ સસ્પેન્સ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, જો અમેરિકા આ લશ્કરી પગલું ભરશે તો તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે આ ઓપરેશન પાર પાડવા માટે અમેરિકન સૈનિકોને ઘણા દિવસો સુધી ઈરાનની ધરતી પર રોકાવું પડી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રમ્પ હાલમાં પોતાના સૈન્ય સામેના જોખમોનો કાળજીપૂર્વક વિચાર કરી રહ્યા છે, પરંતુ જો પરિસ્થિતિની માંગ હશે તો તેઓ આ નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Frequently Asked Questions

ઈઝરાયલ ઈરાનમાં જમીની કાર્યવાહી કેમ નહીં કરે?

ઈઝરાયલ પોતાની સરહદોની સુરક્ષા જાળવી રાખવા અને હિઝબુલ્લાહ સામે ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે.

ઈઝરાયલના નિર્ણયથી અમેરિકા પર શું અસર થશે?

ઈઝરાયલના નિર્ણયથી અમેરિકા માટે ઈરાન સામે ગ્રાઉન્ડ ઓપરેશન એકલા હાથે જ કરવું પડશે, જે તેમના માટે મોટો ઝટકો છે.

અમેરિકા ઈરાનમાં જમીની કાર્યવાહી માટે શું તૈયારી કરી રહ્યું છે?

પેન્ટાગોન ઈરાનમાં જમીની કાર્યવાહી માટે તૈયારીઓ કરી રહ્યું છે અને મિડલ ઈસ્ટમાં વધુ 10,000 સૈનિકો તૈનાત કરી રહ્યું છે.

શું ટ્રમ્પ ઈરાનમાં જમીની કાર્યવાહીનો આદેશ આપશે?

આ અંગે હજુ સસ્પેન્સ છે. ટ્રમ્પ સૈન્ય સામેના જોખમોનો વિચાર કરી રહ્યા છે, પરંતુ જરૂર પડ્યે નિર્ણય લેવા તૈયાર છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget