(Source: ECI/ABP News/ABP Majha)
Turkiye-Syria Earthquake: તુર્કી-સીરિયા ભૂકંપનો મૃત્યુઆંક 29 હજારને પાર, યુએનએ કહ્યું- 50,000 મૃત્યુનો અંદાજ
Turkiye-Syria Earthquake News: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 29 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
Turkiye-Syria Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નવા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
તુર્કી-સીરિયા ભૂકંપનો મૃત્યુઆંક 29 હજારને પાર
ભૂકંપથી સૌથી વધુ નુકસાન તુર્કીને થયું છે. અહીં 24,617 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 80 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયામાં 5,279 લોકો માર્યા ગયા અને 5,000થી વધુ ઘાયલ થયા છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી BNO ન્યૂઝે આ જાણકારી આપી છે. ભૂકંપથી મૃત્યુઆંક પર મોટો દાવો કરતા સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે મૃત્યુઆંક 50,000 સુધી પહોંચી શકે છે.
An #IAF C-17 aircraft got airborne last night for #Syria and #Türkiye, bearing relief material and emergency equipment.@MEAIndia@NDRFHQ@HQ_IDS_India pic.twitter.com/Lg6Jb62oXL — Indian Air Force (@IAF_MCC) February 12, 2023
જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેઝરની મોટી જાહેરાત
આ દરમિયાન જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે શનિવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તેમનો દેશ તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને ત્રણ મહિનાના વિઝા આપશે. ફેઝરે દૈનિક અખબાર બિલ્ડને કહ્યું કે તે કટોકટી સહાય છે. તમને જણાવી દઈએ કે, તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય પાંચમા દિવસે પણ ચાલુ છે. કાટમાળ હટાવવા માટે ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ બેંકે તુર્કીને કરી મદદ
વિશ્વ બેંકે કુદરતી આફતમાંથી પસાર થયેલા તુર્કીને $1.78 બિલિયનની સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે અમેરિકાએ તુર્કી અને સીરિયાને 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. ભારત પણ તુર્કીને સતત મદદ કરી રહ્યું છે. રાહત સામગ્રી અને સૈનિકો અને ડૉક્ટરોની સેના એક પછી એક વિમાન દ્વારા મોકલવામાં આવી રહી છે. ભારતની NDRF ટીમ પણ હાજર છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાના સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Turkiye Earthquake: જોકો રાખે સાંઇયાં.... તુર્કીમાં કુદરતી ચમત્કાર, 128 કલાક બાદ કાટમાળમાંથી મળ્યું જીવિત બાળક
Turkiye Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરબાદી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
તુર્કી ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
128 કલાક બાદ બાળક જીવતો મળ્યો
તુર્કીમાં બચાવ કાર્ય દરમિયાન 'જાકો રખે સાઇયા ઉસે માર સકે ના કોઈ' કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીના હટેમાં શનિવારે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.
તુર્કીમાં ભૂંકપની ભયાવહતા વચ્ચે ચમત્કાર
તુર્કીના મીડિયા અનુસાર, ભૂકંપના પાંચ દિવસ બાદ બચાવી લેવામાં આવેલા લોકોમાં બે વર્ષની બાળકી, છ મહિનાની ગર્ભવતી મહિલા અને એક 70 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લાખો લોકો બેઘર બન્યા છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
ભારત સહિત વિશ્વભરના બચાવકર્મીઓની ટીમો તુર્કી અને સીરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે. હજારો બચાવકર્મીઓ કડકડતી ઠંડીમાં કાટમાળની નીચે જિંદગીની તલાશમાં લાગી ગયા ઠેય આ ભયંકર આફતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેઓને હવે મદદની સખત જરૂર છે. અસરગ્રસ્ત લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી રહ્યા છે.