શોધખોળ કરો
Advertisement
ડબલ ધડાકાથી ધ્રૂજી ઇરાકની રાજધાની બગદાદ, એક સાથે 13 લોકોના થયા મોત
આ હુમલાની હજુ સુધી કોઇપણ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી. 2017માં ઇસ્લામિક સ્ટેટને હરાવીને ભાગ્યા બાદથી ઇરાકની રાજધાનીમાં આત્મઘાતી હુમલાની ઘટના બહુ જ ઓછી થઇ ગઇ છે. છેલ્લી ઘટના 2018ની જાન્યુઆરીમાં થઇ હતી
બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદના એક માર્કેટમાં ગુરુવારે થયેલા ડબલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં વર્ષોમાં આ રીતનો આ પહેલો હુમલો છે. સમાચાર એજન્સી રૉયટર્સે સિક્યૂરિટી એન્ડ મેડિકલ સોર્સના હવાલાથી આ ખબર આપવામાં આવી છે. આ હુમલાની હજુ સુધી કોઇપણ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી. 2017માં ઇસ્લામિક સ્ટેટને હરાવીને ભાગ્યા બાદથી ઇરાકની રાજધાનીમાં આત્મઘાતી હુમલાની ઘટના બહુ જ ઓછી થઇ ગઇ છે. છેલ્લી ઘટના 2018ની જાન્યુઆરીમાં થઇ હતી.
ઇરાકની સેનાએ જણાવ્યુ કે આત્મઘાતી હુમલાખોરોએ સેન્ટ્રલ બગદાદના તાયરાન સ્ક્વેરના વ્યસ્ત માર્કેટમાં ખુદને ઉડાવી લીધો, આમાં કેટલાય લોકોના મોત થઇ ગયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ રૉયટર્સે કહ્યું કે, ઓછામાં ઓછા 13 લોકોની આ વિસ્ફોટમાં મોત થઇ ગયા છે. તેમને જણાવ્યુ કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કેમકે ઘાયલોમાં કેટલાક લોકોની સ્થિતિ એકદમ ગંભીર છે.
ઇરાકની રાજધાનીમાં છેલ્લા ખતરનાક આત્મઘાતી વિસ્ફોટ જાન્યુઆરી 2018માં થયો હતો. તાયરાન સ્ક્વેરમાં પણ થયો હતો. આમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement