શોધખોળ કરો

China Earthquake: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત

China Earthquake: વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ચીનમાં 5.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો.
  • ભૂકંપમાં બે લોકોના મોત, એક ગુમ, અને ઘણા ઘાયલ.
  • 13 ઇમારતો ધરાશાયી, 7,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર.
  • રાહત અને બચાવ કાર્ય ચાલુ, આવશ્યક સેવાઓ કાર્યરત.

China Earthquake: દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં સોમવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટીવી ચેનલ CCTV અનુસાર, ભૂકંપ સોમવારે રાત્રે 12:21 વાગ્યે લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો. તેનું કેન્દ્ર તાઈયાંગચુન શહેર નજીક હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ભૂકંપ ખૂબ જ શક્તિશાળી હતો 

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલા તરીકે 7,000થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિસ્તારમાં અનેક ઘરો અને ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી ચાલુ રાખી રહી છે.

ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલમાં ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. ભૂકંપ ફક્ત લિઉઝોઉ પૂરતો મર્યાદિત નહોતો. નાનિંગ અને ગુઇલિન સહિત ગુઆંગશી પ્રદેશના ઘણા મોટા શહેરોમાં પણ ભૂકંપનો અનુભવ થયો. મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે રહેવાસીઓ પોતાનું ઘર છોડી બહાર રહેવા માટે મજબૂર બન્યા હતા 

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ રેલ લાઇન પર તપાસ કરવામાં આવી રહી છે. આનાથી કેટલીક ટ્રેનોની અવરજવરમાં વિક્ષેપ પડી શકે છે અને મુસાફરોને વિલંબ થઈ શકે છે. જોકે, વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે.

આ પણ વાંચોઃ 'જિનપિંગ ઇચ્છે છે કે...', ચીનના રાષ્ટ્રપતિ સાથે મળીને ટ્રમ્પે કર્યો હૉર્મુઝ ખોલવાને લઇ ચોંકાવનારો દાવો

ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને લોકોને સંભવિત આફ્ટરશોક્સની અપેક્ષાએ સતર્ક રહેવા વિનંતી કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત પરિવારોને કામચલાઉ રાહત શિબિરોમાં ખસેડવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે.  

Frequently Asked Questions

દક્ષિણ ચીનમાં કેટલા તીવ્રતાનો ભૂકંપ આવ્યો?

દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં 5.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપના કારણે કેટલા લોકોના મોત થયા છે?

આ ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ભૂકંપના કારણે કેટલી ઇમારતો ધરાશાયી થઈ છે?

ભૂકંપને કારણે 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને અનેક ઘરો અને ઇમારતોને નુકસાન થયું છે.

ભૂકંપ બાદ કઈ આવશ્યક સેવાઓ અસરગ્રસ્ત થઈ છે?

વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે, પરંતુ કેટલીક ટ્રેનોની અવરજવરમાં વિક્ષેપ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget