શોધખોળ કરો

US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર EA-18G ગ્રોલર જેટ હવામાં ટકરાયા.
  • બંને જેટ ક્રેશ થતાં આગ લાગી, એર શો સ્થગિત કરાયો.
  • ચાર પાયલટ પેરાશૂટ વડે સુરક્ષિત રીતે નીચે ઉતર્યા.
  • 8 વર્ષ બાદ યોજાયેલા એર શોમાં આ દુર્ઘટના બની.

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા. એરબેઝને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું, ફાઈટર જેટ ટકરાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટકરાતા બંન્ને વિમાનોમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી અને તે પછી તરત જ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સામેલ વિમાનો બે EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હતા જેનો ઉપયોગ અમેરિકન નેવી/એરફોર્સ દ્વારા કરવામાં આવતો હતો, જે F-18 હોર્નેટનું અદ્યતન ઇલેક્ટ્રોનિક વોરફેર વેરિઅન્ટ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને જેટ એરબેઝથી લગભગ બે માઇલ દૂર ક્રેશ થયા હતા. ઇમરજન્સી ટીમો હાલમાં ઘટનાસ્થળે છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાનો એક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેમાં બે વિમાનો સ્ટંટ દરમિયાન અથડાઈ રહ્યા છે, તેમના ટુકડાઓ હવામાં ઉડતા દેખાય છે. પરંતુ આ ભયાનક દ્રશ્ય વચ્ચે એક ચમત્કાર થયો હતો. ટક્કરની થોડી જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. ઇડાહો સ્ટેટ્સમેનના જણાવ્યા મુજબ, ચારેય ક્રૂ સભ્યો (પાયલટ્સ) સુરક્ષિત રીતે બહાર નીકળી અને સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પણ વાંચોઃ શું નવેમ્બર 2026 માં દુનિયા ખતમ થઈ જશે? જો આ ભવિષ્યવાણી સાચી પડી તો વર્ષ 2027 ક્યારેય નહીં આવે?

આઠ વર્ષ પછી શો યોજાઈ રહ્યો હતો.

માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ ટીમો સ્થળ પર છે અને અકસ્માતનું કારણ શોધવામાં આવી રહી છે. અકસ્માત પછી તરત જ રવિવારે યોજાનારી અન્ય તમામ ઇવેન્ટ્સ રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આઠ વર્ષની લાંબી રાહ જોયા પછી આ સપ્તાહના અંતે "ગનફાઇટર સ્કાઇઝ એર શો" યોજવામાં આવ્યો હતો.

આયોજકો છેલ્લા બે વર્ષથી આ ઇવેન્ટની તૈયારી કરી રહ્યા હતા પરંતુ આ અકસ્માતે આનંદના વાતાવરણને ભયમાં ફેરવી દીધું છે. આ દુર્ઘટનાથી માઉન્ટેન હોમ એર બેઝ પર અગાઉના અકસ્માતોની યાદો તાજી થઈ ગઈ છે. 2018માં રનવે પર ક્રેશ થતાં એક હેંગ ગ્લાઇડર પાયલટનું મૃત્યુ થયું હતું અને 2003માં એક થંડરબર્ડ જેટ ત્યાં ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સમયસર બહાર નીકળી ગયો હતો.

Frequently Asked Questions

માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર શું ઘટના બની હતી?

માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન બે અમેરિકન EA-18G ગ્રોલર ફાઇટર જેટ હવામાં ટકરાયા હતા.

અકસ્માતમાં સામેલ વિમાનો કયા હતા?

અકસ્માતમાં બે EA-18G ગ્રોલર ફાઇટર જેટ સામેલ હતા, જે અમેરિકન નેવી/એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

શું પાઇલટ્સ સુરક્ષિત છે?

હા, ચારેય ક્રૂ સભ્યો (પાયલટ્સ) સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અકસ્માત પછી એર શોનું શું થયું?

અકસ્માત પછી તરત જ રવિવારે યોજાનારી અન્ય તમામ ઇવેન્ટ્સ રદ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget