શોધખોળ કરો

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર પૂર્ણ થતાં જ UAE માં મિસાઈલ એલર્ટ જાહેર કરાયું. નેશનલ ઈમરજન્સી ઓથોરિટી અને ગૃહ મંત્રાલયે નાગરિકોને સત્તાવાર અપડેટ્સ ફોલો કરવા કડક સૂચના આપી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UAE એ સંભવિત મિસાઈલ હુમલાની ગંભીર ચેતવણી જારી કરી.
  • દેશની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલ ખતરો શોધી કાઢ્યો છે.
  • આ એલર્ટ અમેરિકા-ઈરાન કરાર સમાપ્તિ બાદ આવ્યું છે.
  • ગૃહ મંત્રાલયે લોકોને નજીકની સુરક્ષિત ઇમારતમાં આશ્રય લેવા જણાવ્યું.

UAE Missile Threat Alert: મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓની શાંતિ બાદ UAE (યુનાઈટેડ આરબ અમીરાત) દ્વારા દેશના નાગરિકો માટે 1 ગંભીર ચેતવણી બહાર પાડવામાં આવી છે. દેશ પર 'સંભવિત મિસાઈલ હુમલા' નો ખતરો હોવાનું જણાવીને લોકોને તાત્કાલિક સલામત સ્થળે આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું છે.

એર ડિફેન્સ સિસ્ટમે પકડ્યો ખતરો

દેશની નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NCEMA) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 1 સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવાયું છે કે, તેમની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે દેશને નિશાન બનાવી રહેલા 1 મોટા મિસાઈલ ખતરાને ડિટેક્ટ કર્યો (શોધી કાઢ્યો) છે.

ઓથોરિટીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "UAE ની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ દેશ પર તોળાઈ રહેલા મિસાઈલ ખતરાની ઓળખ કરી છે. મહેરબાની કરીને સલામત સ્થળે જતા રહો અને માત્ર સત્તાવાર ચેનલો દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ અને અપડેટ્સનું જ પાલન કરો."

અમેરિકા-ઈરાન કરાર પૂરો થતા જ એલર્ટ

ખાસ નોંધનીય બાબત એ છે કે, આ એલર્ટ એવા સમયે સામે આવ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી લડાઈને શાંત કરવાના હેતુથી અમેરિકા (US) અને ઈરાન વચ્ચે થયેલો સમજૂતી કરાર (MoU) સોમવારે જ પૂરો થઈ ગયો છે. આ કરાર સમાપ્ત થયાના બરાબર 1 દિવસ પછી જ આ મિસાઈલ ખતરાની ચેતવણી આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ગૃહ મંત્રાલયની પણ કડક સૂચના

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે પણ લોકોને એલર્ટ કર્યા છે. મંત્રાલયે સૂચના આપી છે કે વર્તમાન પરિસ્થિતિ અને 'સંભવિત મિસાઈલ ખતરા' ને જોતા, દરેક વ્યક્તિએ પોતાની આસપાસની "સૌથી નજીકની સુરક્ષિત ઈમારત" માં જઈને પોતાનો બચાવ કરવો જોઈએ.

અગાઉ જૂનમાં વાગ્યું હતું ખોટું એલાર્મ

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આ અગાઉ છેલ્લે મે મહિનામાં મિસાઈલની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ, જૂન મહિનામાં નેશનલ અર્લી વોર્નિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે દેશના રહેવાસીઓના ફોન પર ભૂલથી સંભવિત મિસાઈલ ખતરા અંગેના ફેક એલર્ટ (ખોટા મેસેજ) પહોંચી ગયા હતા, જેનાથી થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Frequently Asked Questions

UAE એ શા માટે ગંભીર ચેતવણી બહાર પાડી છે?

UAE દ્વારા સંભવિત મિસાઈલ હુમલાનો ખતરો હોવાને કારણે દેશના નાગરિકો માટે ગંભીર ચેતવણી બહાર પાડવામાં આવી છે. લોકોને તાત્કાલિક સલામત સ્થળે આશ્રય લેવા કહેવાયું છે.

આ મિસાઈલ ખતરો કોણે શોધી કાઢ્યો છે?

UAE ની નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NCEMA) દ્વારા જણાવાયું છે કે, તેમની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલ ખતરો શોધી કાઢ્યો છે.

નાગરિકોને સલામતી માટે શું સૂચના આપવામાં આવી છે?

નાગરિકોને તેમની આસપાસની

આ એલર્ટ કયા મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આવ્યું છે?

આ એલર્ટ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સમજૂતી કરાર (MoU) સોમવારે પૂરો થયાના બરાબર એક દિવસ પછી બહાર પાડવામાં આવ્યું છે, જે મધ્ય પૂર્વના તણાવ સાથે સંકળાયેલું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget