શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UKમાં કોરોનાના વધુ એક નવા સ્ટ્રેનથી હાહાકાર, આ દેશથી આવતી ઉડાનો પર લગાવ્યો પ્રતિબંધ
બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે.
લંડનઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળવાથી સમગ્ર વિશ્વમાં ખોફ છે. આ દરમિયાન બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકેને કહ્યું, દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. જે બાદ છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ લોકોને ખુદને આઇસોલેટ કરવાનું કહેવાયું છે. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ગત સપ્તાહે કહ્યું હતું કે, વાયરસનો એક નવો જેનેટિક મ્યૂટેશન મળ્યું છે અને તાજેતરમાં સંક્રમણની વૃદ્ધિ માટે તે જવાબદાર હોઇ શકે છે.
હેનકોને આગળ કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રભાવશાળી જીનોમિક ક્ષમતાના કારણે મને બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક નવા સ્ટ્રેનનની ખબર પડી છે. નવા વેરિયન્ટના બે મામલા સામે આવ્યા છે. આ લોકોએ થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી હતી.
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાયા બાદ વધુ એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જે ખૂબ સંક્રામક છે અને તેના બે મામલા સામે આવી ચુક્યા છે. દક્ષિણ આફ્રિકામાં પણ આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. એક્સપર્ટ મુડબ આ દેશે કોરોનાની બીજી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે.
બ્રિટનમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion