શોધખોળ કરો
Advertisement
બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો
ચીનની ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાને આરકોમના માલિક અંબાણી પર 47,600 કરોડ રૂપિયા નહીં ચુકવવાને લઈ લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
નવી દિલ્હીઃ બ્રિટનની હાઇકોર્ટે ચીની બેંકોના એક મામેલ ભારતીય બિઝનેસમેન અનિલ અંબાણીના પક્ષમાં ફેંસલો આપ્યો છે. ચીની બેંકોએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (આરકોમ)ને આપવામાં આવેલા કોર્પોરેટ ઋણના બદલામાં અનિલ અંબાણી પાસેથી 68 કરોડ ડોલરનો દાવો રજૂ કર્યો હતો. આ દાવો લંડન સ્થિત હાઇકોર્ટે ફગાવી દીધો હતો.
આ જાણકારી આપતા અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું, યૂકે હાઇકોર્ટે અનિલ અંબાણીના પક્ષનો સ્વીકાર કર્યો છે. જેમાં જણાવાયું કે, રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા પ્રાપ્ત કોર્પોરેટ ઋણ માટે તેમની કથિત ગેંરટી સંદર્ભમાં ચીનની બેંકો દ્વારા કરવામાં આવેલો દાવો માન્ય થઈ શકે નહીં. અનિલ અંબાણી તરફથી કોર્ટમાં હરીશ સાલ્વે રજૂ થયા હતા.
અંબાણીએ કોર્ટમાં આ મામલાને પડકારતા તેમના પક્ષમાં મજબૂત બચાવ રજૂ કર્યો અને કાર્યવાહીને પડકારવાનું ચાલુ રાખશે. પ્રવક્તાના જણાવ્યા મુજબ, ચીનની બેંકો દ્વારા યૂકે હાઇકોર્ટમાં દાખલ અરજીને ફગાવવાના ફેંસલાથી અનિલ અંબાણી પ્રસન્ન છે.
પ્રવક્તાએ કહ્યું, અદાલત સમક્ષ તમામ તથ્ય અને વાસ્તવિકતા રજૂ થશે ત્યારે તસવીર સ્પષ્ટ થઈ જશે તેને લઈ અનિલ અંબાણી નિશ્ચિંત છે. ઉલ્લેખનીય છે કે, ચીનની ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાને આરકોમના માલિક અંબાણી પર 47,600 કરોડ રૂપિયા નહીં ચુકવવાને લઈ લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement