શોધખોળ કરો
Advertisement
અમેરિકાની કંપનીએ કોરોનાની રસીનું કર્યુ સફળ માનવ પરીક્ષણ, જલદી દવા આવવાની શક્યતા
કંપનીએ દાવો કર્યો છે કે આ રસીનું કુલ 45 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કે હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું છે અને તે સફળ રહ્યું છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. કોરોનાની હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી. અમેરિકાની કંપનીએ કોરોના વાયરસનું હ્યુમન ટ્રાયલ (માનવી પરીક્ષણ) કર્યુ હોવાનો દાવો કર્યો છે. જે બાદ આ દવા ટૂંક સમયમાં બજારમાં આવશે તેવી આશા છે.
અમેરિકાની ફાર્મા કંપની મૉડર્નાએ કોરોના વેક્સીન બનાવવાની આશા જગાવી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રસીનું કુલ 45 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કે હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું છે અને તે સફળ રહ્યું છે. અમેરિકાના સિએટલમાં વોલેંટિયર્સે 8 ગ્રુપ પર આ પરીક્ષણ કર્યુ હતું. જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું તેમના શરીરમાં આ વેકસીનથી એન્ટી બોન્ડી બની રહી છે. જે વાયરસ સામે લડવામાં સક્ષમ સાબિત થઈ રહી છે.
કંપનીના કહેવા પ્રમાણે, હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલની શરૂઆતના પોઝિટિવ પરિમામ આવ્યા છે અને હવે જુલાઈમાં વેક્સીનના ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવશે. કંપની જાન્યુઆરીથી વેકસીન પર કામ કરી રહી છે અને આ માટે જરૂરી જેનેટિક કોડ હાંસલ કર્યા અને બાદમાં થોડા જ દિવસોમાં વ્યક્તિ પણ ટ્રાયલ કરવાની સફર ઓછા દિવસોમાં પૂરી કરી હતી. જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું તેમના સામે આવેલા રિઝલ્ટ પરતી વેકસીનનો ઉપયોગ મનુષ્યો પર કરવા માટે સુરક્ષિત છે તેમ કહી શકાય.
કોરોનાની ટ્રાયલ વેક્સીનમાં કેટલીક સાઇટ ઇફેક્ટ જોવા મળી હતી પરંતુ તે વધારે ગંભીર નહોતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement