શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા
અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે. જ્યારે આઠ રાજ્યોના પરિણામ હજુ જાહેર થયા નથી
US Elections Result: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ ચાલતા હતા પરંતુ હવે બાઇડેને લીડ લઇ લીધી છે અને 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. તાજા આંકડા પ્રમાણે ટ્રમ્પ 214 અને બાઇડેન 253 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. હાલ અનેક રાજ્યોના પરિણામ જાહેર થયા નથી.
ક્યા રાજ્યના પરિણામ નથી થયા જાહેર
અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે. જ્યારે આઠ રાજ્યોના પરિણામ હજુ જાહેર થયા નથી. જે રાજ્યોના પરિણામ જાહેર થયા નથી ત્યાં કુલ ઇલેક્ટોરલ વોટ્સની સંખ્યા 77 છે. ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય આ રાજ્યો પર ટક્યું છે.
આ રાજ્યોમાં ટ્રમ્પ જીત્યા
ટ્રમ્પે ઈદાહો, લોવા, ફ્લોરિડા, સાઉથ ડકોટા, મિસૌરી, લુઈસિયાના, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, અરકાંસસ, અલબામા, મિસિસિપી, મોનટાના, ઓહિયો, ઓકલાહોમા, ટેનેસી, કેંટકી, વેસ્ટ વર્જીનીયા, વ્યોમિંગ, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઈન્ડિયાના, ઉતાહ અને વિયોમિંગમાં જીત મેળવી છે.
બાઇડેનની ક્યાં થઈ જીત
બાઇડેને વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન, કેલિફોર્નિયા, કોલોરોડા, ન્યૂ હેમ્પશાયર,ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, વર્મોંટ, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેંડ, મેસાચુસેટ્સ, ન્યૂજર્સી, ટેનેસી ઓરેગન, વિસ્કોન્સિન, રોડ આઈલેંડ, વરમોંટ, હવાઇ, મિશિગન, મિનેસોટા અને રોડ આઇલેંડમાં જીત મેળવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion