ઈઝરાયલના યુદ્ધમાં ઝંપલાવશે અમેરિકા? ટ્રમ્પે મિડલ ઈસ્ટ તરફ રવાના કર્યા પોતાના ફાઇટર જેટ
Israel Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીઇને ધમકી આપી છે

Israel Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીઇને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા જાણે છે કે ખામેનેઇ ક્યાં છૂપાયેલા છે, પરંતુ અમે તેમને મારીશું નહીં. આ દરમિયાન અમેરિકાએ તેના વધુ ફાઇટર જેટ મધ્ય પૂર્વમાં મોકલ્યા છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા અમેરિકન અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે.
US President Donald Trump said he wants a "real end" to the conflict between Israel and Iran, not just a ceasefire, as the arch foes traded fire for a fifth day on Tuesday. https://t.co/BMDy19r4ah pic.twitter.com/4vntOQvATn
— AFP News Agency (@AFP) June 17, 2025
અમેરિકા ઇરાન પર હુમલો કરવામાં ઇઝરાયલનો સાથ આપી શકે છે
ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકન લશ્કરી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે વોશિંગ્ટન ઇરાન પર હુમલામાં ઇઝરાયલનો સાથ આપી શકે છે. ટ્રમ્પે ઇરાનની રાજધાની તેહરાનમાં રહેતા લોકોને શહેર છોડી દેવા કહ્યું હતું, જે સૂચવે છે કે અમેરિકા ઇરાન સામે યુદ્ધમાં જઈ શકે છે.
આ ઉપરાંત, ઘણા અમેરિકન ફાઇટર જેટ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તરફ ઉડતા જોવા મળ્યા હતા, જે પુષ્ટી કરે છે કે વોશિંગ્ટન ઇરાની મિસાઇલ અને પરમાણુ પ્રવૃત્તિઓના સ્થળો પર લશ્કરી હુમલામાં ઇઝરાયલ સાથે જોડાઈ શકે છે.
ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોઈ શકે નહીં- ટ્રમ્પ
કેનેડામાં G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત ફર્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે, 'ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોઈ શકે નહીં.' તેમણે કહ્યું હતું કે, 'દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરવું જોઈએ.' ટ્રમ્પે ઇરાનના આકાશ પર અમેરિકાના નિયંત્રણનો દાવો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે ઈરાનના સર્વોચ્ચ નેતાના સ્થાન વિશે સંપૂર્ણ માહિતી છે.
ઈરાનના આકાશ પર અમારું નિયંત્રણ છે - ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, 'હવે અમારું ઈરાનના આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ છે. ઈરાન પાસે સારા સ્કાય ટ્રેકર્સ અને અન્ય રક્ષણાત્મક સાધનો હતા અને તેમાં ઘણું બધું હતું, પરંતુ તેની તુલના અમેરિકામાં બનેલી ટેકનોલોજી સાથે કરી શકાય નહીં. અમેરિકાથી વધુ સારું કોઈ કરી શકે નહીં.'





















