શોધખોળ કરો

H-1B વીઝા બંધ કરવાની તૈયારીમાં અમેરિકા, સંસદમાં રજૂ કર્યું બીલ, ભારતીયોને લાગશે મોટો ઝટકો

અમેરિકાનના એક સાંસદે H-1B વીઝા કાર્યક્રમને ખતમ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. તેમનો દાવો છે કે કંપનીઓએ વારંવાર આ સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે અને યુએસમાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરી છે.

અમેરિકાનના એક સાંસદે H-1B વીઝા કાર્યક્રમને ખતમ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. તેમનો દાવો છે કે કંપનીઓએ વારંવાર આ સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે અને યુએસમાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરી છે. ફ્લોરિડાના રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટ્યૂબે EXILE એક્ટ રજૂ કર્યો હતો, જે H-1B વિઝા કાર્યક્રમને નાબૂદ કરવા માટે ઇમિગ્રેશન અને નાગરિકતા કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ગ્રેગ સ્ટ્યૂબે  એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમેરિકન નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ કરતાં વિદેશી કામદારોને પ્રાથમિકતા આપવી આપણા મૂલ્યો અને રાષ્ટ્રીય હિતોને નબળી પાડે છે."

અમેરિકનોને પ્રાથમિકતા આપશે US

અમેરિકી સાંસદે કહ્યું હતું કે, "આપણા કામદારો અને યુવાનો H-1B વીઝા દ્વારા વધુને વધુ વિસ્થાપિત અને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, જે આપણા કાર્યબળના ભોગે કંપનીઓ અને વિદેશી સ્પર્ધકોને ફાયદો પહોંચાડે છે. જ્યારે આપણે આપણા બાળકોના સપનાઓને બિન-નાગરિકોને સોંપી રહ્યા છીએ ત્યારે આપણે તેમને ટકાવી શકતા નથી." એટલા માટે હું મહેનતુ અમેરિકનોને ફરીથી પ્રાથમિકતા આપવા માટે 'EXILE Act'  રજૂ કરી રહ્યો છું." એ નોંધનીય છે કે ભારતીય વ્યાવસાયિકોનો મોટો વર્ગ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ કરવા માટે H-1B વિઝાનો ઉપયોગ કરે છે. તેથી, H-1B વિઝાને દૂર કરવો એ ભારતીય વ્યાવસાયિકો માટે એક મોટો ફટકો હશે.

અમેરિકાએ H-1B વિઝા પર નવા અને કડક પ્રતિબંધો લાદ્યા છે

ટ્રમ્પ વહીવટીતંત્રે કાનૂની અને ગેરકાયદેસર બંને ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને H-1B જેવા વીઝા પર નવા અને કડક પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પે ગયા વર્ષે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં H-1B વીઝા કાર્યક્રમના દુરુપયોગને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો, નવા H-1B વિઝા પર $100,000 ફી લાદી હતી. આ પગલાથી ભારતીય વ્યાવસાયિકોમાં વ્યાપક ગભરાટ, મૂંઝવણ અને ચિંતા ફેલાઈ હતી. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે H-1B વીઝા મેળવનારાઓમાં 80 ટકાથી વધુ ભારતીય અથવા ચીની નાગરિકો છે, જેમાં યુવાન કામદારોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

અમેરિકાના આ સાંસદે સંસદમાં રજુ કરેલા બિલને એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ટ નામ આપ્યું છે. સાથે જ તેણે દાવો કર્યો હતો કે H-1B વિઝાને કારણે વિદેશના લોકોને અમેરિકામાં તક મળે છે પરંતુ અમેરિકાના નાગરિકો આ કામથી વંચિત રહી જાય છે.

 

ટોપ સ્ટોરી

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget