US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે મુકાબલો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે.
US Presidential Election 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે મુકાબલો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ તેમના સમર્થકોને મતદાન મથકો પર લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. 5 નવેમ્બરના રોજ મતદાન થશે પરંતુ પરિણામ જાહેર થવામાં ઘણા દિવસો લાગી શકે છે. નવા રાષ્ટ્રપતિ જાન્યુઆરી 2025માં શપથ લેશે. બંને સ્વિંગ સ્ટેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પોપ સ્ટાર્સથી લઈને ઘણા હાઈપ્રોફાઈલ નેતાઓ કમલા હેરિસના સમર્થનમાં છે, જ્યારે એલન મસ્ક અને મેલ ગિબ્સન જેવી પ્રખ્યાત હસ્તીઓ ટ્રમ્પના સમર્થનમાં છે.
So what exactly happens if neither Kamala Harris or Donald Trump achieves the Electoral College majority required to win the US election?https://t.co/b2aUUVhwz2
— AFP News Agency (@AFP) November 5, 2024
અમેરિકામાં મતદાન અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે 30 ઓક્ટોબરથી લઇને એક નવેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે કમલા હેરિસ 49 ટકા-48 ટકા આગળ છે. જો કે, સર્વેમાં દાવો કરાયો હતો કે તમામ નોંધાયેલા મતદારોમાંથી 16 ટકા અને સંભવિત મતદારોના 10 ટકા હજુ પણ તેમના વિચારો બદલી શકે છે.
Kamala Harris, Donald Trump locked in tight Presidential race as millions head to polls today
— ANI Digital (@ani_digital) November 5, 2024
Read @ANI Story | https://t.co/fMfnw3r9br#KamalaHarris #DonaldTrump #USElection2024 pic.twitter.com/zC8uSDoeio
ન્યૂયોર્ક ટાઇમ્સ/સીએનાના અંતિમ સર્વેમાં ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બધા સ્વિંગ રાજ્યમાં રિપબ્લિકનના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ખૂબ જ ઓછા અંતરથી આગળ છે અથવા લગભગ બરાબર છે. આ સિવાય એરીઝોના છે, જ્યાં ટ્રંપ અમુક ટકાથી આગળ છે.
તાજેતરના ચૂંટણી સર્વેમાં સાત સ્વિંગ રાજ્યમાં ડેમોક્રેટ કમલા હેરિસ એક ટકા મતો સાથે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે. હેરિસને 49 ટકા તો ટ્રમ્પને 48 ટકા મત મળી શકે છે. અમેરિકાના સ્વિંગ રાજ્યોમાં એરિઝોના, જૉર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન છે.
જાણો તમામ સર્વેમાં શું કહેવામાં આવી રહ્યું છે
પીબીએસ ન્યૂઝ/એનપીઆર/મેરિસ્ટ સર્વે: પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે હેરિસ ચાર ટકાથી ટ્રમ્પથી આગળ છે. હેરિસને 51 ટકા મત મળી શકે છે જ્યારે ટ્રમ્પને 47 ટકા મત મળી શકે છે.
મોર્નિંગ કન્સલ્ટ સર્વે: આ સર્વેમાં પણ હેરિસને બે ટકાથી આગળ બતાવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પને 47 ટકા જ્યારે હેરિસને 49 ટકા મત મળી શકે છે.
ABC/Ipsos પોલ: ચોથા મતદાનમાં પણ ટ્રમ્પ હેરિસથી ત્રણ ટકાથી પાછળ હોવાનું દર્શાવે છે. હેરિસ 49 ટકા જ્યારે ટ્રમ્પ 46 ટકા પર છે.
એનબીસી ન્યૂઝ અને ઇમર્સન કૉલેજ: આ બે મતદાન દર્શાવે છે કે ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે. બંને ઉમેદવારોએ 49 ટકા પોઈન્ટ મેળવ્યા છે.
Yahoo News/YouGov: NBC ન્યૂઝ અને ઇમર્સન કૉલેજની જેમ આ સર્વેમા પણ ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે તેવું કહેવામાં આવ્યું છે. બંને નેતાઓ 47 ટકા માર્ક પર છે.