શોધખોળ કરો
ન્યૂડ તસવીર લીક થતા આ સાંસદે આપવું પડ્યું રાજીનામું, કહ્યું- ડર છે, આગળ શું......
કેટીએ કેમ્પેન સ્ટાફની સાથે સંબંધ હોવાનો સ્વીકાર કરી લીધો છે.
નવી દિલ્હીઃ એક મહિલા સાંસદની ન્યૂડ તસવીર લીક થયા બાદ અમેરિકાની સંસદમાંથી રાજીનામું આપી દીધું છે. કેલિફોર્નિયાની 32 વર્ષની બાઈસેક્સુઅલ નેતા કેટી હિલ પર આરોપ છે કે તેનું સંસદ સાથે જોડાયેલ એક પુરુષ સાથે અફેર હતું અને એક મહિલા કૈંપેન સ્ટાફની સાથે પણ તેના સંબંધ હતા.
કેટી હાઉસ એથિક્સ કમિટીની તપાસનો પણ સામનો કરી રહી છે. ન્યૂડ તસવીર લીક થવાને લઈને કેટીએ કહ્યું કે, પદ પર રહેતા તેને એ વાતનો ડર રહેશે કે આગળ શું શું આવશે. કેટીએ રવિવારે રાજીનામું આપ્યાની જાહેરાત કરી. નવેમ્બર 2018માં તે ચૂંટાઈ આવ્યા હતા. કેટીએ ટ્વિટર પર પણ પોતાનો રાજીનામાનો પત્ર શેર કર્યો છે.
આ સિવાય કેટીએ કેમ્પેન સ્ટાફની સાથે સંબંધ હોવાનો સ્વીકાર કરી લીધો છે. પણ પોતાની ઓફિસમાં સેક્સ સંબંધો બનાવ્યા હોવાની વાત વિશે તેણે કોઈ ખુલાસો નહોતો કર્યો. તેણે આ આરોપોને ફગાવી દીધા હતા. તપાસ કરી રહેલી એથિક્સ કમિટી દ્રારા જણાવવામાં આવ્યું કે, તેના પર લગાવવામાં આવેલા આરોપોની તેને ખબર છે અને કદાચ સ્ટાફ સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપમાં પણ રહી હતી.
બીજી તરફ કેટી અને તેના પતિ વચ્ચે ડિવોર્સની પ્રક્રિયા ચાલી રહી છે. કેટીએ રાજીનામું આપતી વેળાએ કહ્યું હતું કે તેનાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. પણ તેમણે પોતાની બદનામી માટે આ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેટીએ જણાવ્યું કે, તેની પ્રાઈવેસીમાં દખલગીરી કરીને તેની અંગતપળોનો ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સિવાય એક મીડિયાની વેબસાઈટ પર ફોટો લીક થતા તેણે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement