શોધખોળ કરો

'તરત જ યુદ્ધવિરામ કરો', અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. બુધવાર, 22 ઓક્ટોબરના રોજ અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી જેથી મોસ્કો પર તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થવા માટે દબાણ કરી શકાય. એક દિવસ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ પુતિન સાથેની તેમની સંભવિત મુલાકાત રદ કરવાની પુષ્ટી કરતા કહ્યું કે તેઓ નિરર્થક મુલાકાત ઇચ્છતા નથી. પુતિને અગાઉ તાત્કાલિક યુદ્ધવિરામની ટ્રમ્પની માંગણીને નકારી કાઢી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં બેસન્ટે કહ્યું હતું કે, " હવે સમય આવી ગયો છે કે હત્યા રોકવામાં આવે અને તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે. રાષ્ટ્રપતિ પુતિનના આ અર્થહીન યુદ્ધને સમાપ્ત કરવાનો ઇનકારને ધ્યાનમાં રાખીને ટ્રેઝરી વિભાગ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદી રહ્યું છે, જે ક્રેમલિનના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડે છે." તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે, "ટ્રેઝરી વિભાગ રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને સમર્થન આપવા માટે જો જરૂરી હોય તો વધુ પગલાં લેવા તૈયાર છે. અમે અમારા સાથીઓને અમારી સાથે જોડાવા અને આ પ્રતિબંધોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ."

ટ્રમ્પે પ્રતિબંધો વિશે શું કહ્યું?

તાજેતરના પગલા પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આશા છે કે પ્રતિબંધો ટૂંકા ગાળાના રહેશે. AFP એ ટ્રમ્પને ટાંકીને કહ્યું હતું કે, "આ ખૂબ જ કડક પ્રતિબંધો છે અને અમને આશા છે કે તે લાંબા સમય સુધી ટકશે નહીં. અમને આશા છે કે યુદ્ધનો ઉકેલ આવશે." પોતાના બીજા કાર્યકાળ માટે પદ સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસો છતાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, "જ્યારે પણ હું વ્લાદિમીર સાથે વાત કરું છું, ત્યારે અમારી સારી વાતચીત થાય છે અને પછી તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચતા નથી." દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરીએ નવી કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પ્રતિબંધો છે, ગૌણ ટેરિફ નહીં. ફોક્સ બિઝનેસ સાથે વાત કરતા બેસન્ટે જણાવ્યું હતું કે આ કાર્યવાહી રશિયન ફેડરેશન સામે અમે લાદેલા સૌથી મોટા પ્રતિબંધોમાંની એક હશે. તેમણે ઉમેર્યું, "આ પ્રતિબંધો છે, ગૌણ ટેરિફ નહીં." જોકે, તેમણે પ્રતિબંધો વિશે વિગતવાર માહિતી આપી ન હતી.

ટોપ સ્ટોરી

લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
Attack: 'તેલના ભંડારોને બનાવ્યા ટાર્ગેટ', હૂતિયોનો મક્કા-મદીના પર હુમલાનો ઇનકાર
Attack: 'તેલના ભંડારોને બનાવ્યા ટાર્ગેટ', હૂતિયોનો મક્કા-મદીના પર હુમલાનો ઇનકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget