શોધખોળ કરો

Vladimir Putin India Visit: શું G-20માં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે પુતિન? જાણો રશિયાએ શું કહ્યુ?

પેસ્કોવને ટાંકીને ન્યૂઝ એજન્સી તાસે કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

Russian President India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પૂછવામાં આવ્યું કે શું સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી સમિટમાં પુતિનની ભાગીદારી પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તો તેમણે કહ્યું કે તેને નકારી શકાય નહીં.

પેસ્કોવને ટાંકીને ન્યૂઝ એજન્સી તાસે કહ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા G20માં તેની ભાગીદારી ચાલુ રાખી છે, અમે તેને આગળ પણ ચાલુ રાખવાનો ઇરાદો ધરાવીએ છીએ. ગયા વર્ષે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 નેતાઓના ફોરમમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ દ્વારા કરવામાં આવ્યું હતું. 2020 અને 2021 માં પુતિને વીડિયો લિંક દ્વારા G20 સમિટમાં હાજરી આપી હતી.

G-20 જૂથમાં કયા દેશોનો સમાવેશ થાય છે?

G20 સમિટમાં ભાગ લેવા માટે ભારતે રશિયન રાષ્ટ્રપતિને ઔપચારિક આમંત્રણ આપ્યું છે. સાથે જ ક્રેમલિને પણ તેનો સ્વીકાર કર્યો છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 લીડર્સ સમિટ યોજાવા જઈ રહી છે. તે વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે એક મંચ છે. G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.

યુક્રેન વિવાદને લઈને આ બેઠક યોજાઈ હતી

આ મહિનાની શરૂઆતમાં, વિદેશ પ્રધાન લવરોવે નવી દિલ્હીમાં G20 વિદેશ પ્રધાનોની બે દિવસીય બેઠકમાં ભાગ લીધો હતો. યુક્રેન વિવાદ પર પશ્ચિમી શક્તિઓ સાથે વધી રહેલા સંઘર્ષ અને આ મુદ્દે ભારતની રાજદ્વારી કડકતા વચ્ચે આ બેઠક થઈ હતી.  અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના, ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, જર્મનીના અન્નાલેના બેયરબોક અને બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ

Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા

ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો

Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Embed widget