શોધખોળ કરો
Advertisement
World Coronavirus Update: દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5.71 લાખ નવા કેસ નોંધાયા, 9 હજાર લોકોના મોત
વર્લ્ડોમીટર વેબસાઈટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી પાંચ કરોડ 84 લાખ 70 હજાર કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધી 13 લાખ 85 હજાર લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
World Coronavirus Update: કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત છે. દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા.
આ પહેલા 13 નવેમ્બરે સૌથી વધુ 6.60 લાખ કેસ નોંધાયા હતા અને 19 નવેમ્બરે સૌથી વધુ 11,239 સંક્રમિતોના મોત થયા હતા. અમેરિકામાં સૌથી વધુ કોરોનાથી મૃત્યુ થયા છે. તેના બાદ મેક્સિકો, ઈટાલી, પોલેન્ડ, ભારત, રશિયા, ઈરાન, બ્રિટનમાં સૌથી વધુ મોત થયા છે.
દુનિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 6 કરોડની નજીક પહોંચી
વર્લ્ડોમીટર વેબસાઈટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી પાંચ કરોડ 84 લાખ 70 હજાર કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધી 13 લાખ 85 હજાર લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે 4 કરોડ 4 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. 1 કરોડ 66 લાખ 26 હજાર લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે. અને તેમની સારવાર ચાલી રહી છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ
અમેરિકા: કેસ - 12,445,387, મોત - 261,783
ભારત: કેસ- 9,095,908, મોત- 133,263
બ્રાઝીલ: કેસ - 6,052,786, મોત- 169,016
ફ્રાન્સ : કેસ- 2,127,051, મોત- 48,518
રશિયા : કેસ- 2,064,748, મોત- 35,778
સ્પેન: કેસ- 1,589,219, મોત- 42,619
યૂકે: કેસ- 1,493,383, મોત- 54,626
ઈટલી: કેસ- 1,380,531, મોત- 49,261
આર્જેન્ટીના: કેસ- 1,366,182, મોત- 36,902
કોલંબિયા: કેસ- 1,240,493, મોત- 35,104
ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે ભારત છઠ્ઠ એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ અને રશિયામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement