શોધખોળ કરો
દુનિયાભરમાં સવા 6 કરોડ લોકો કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 5.70 લાખ નવા કેસ, જુઓ ટોપ-10 દેશોની યાદી
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં સૌથી વધુ કોરોનાથી મૃત્યુ થયા છે. તેના બાદ ઈટલી, બ્રાઝીલ, મેક્સિકો, પોલાન્ડ, રશિયા, બ્રિટન, ભારત, ઈરાનમાં મોતના સૌથી વધુ કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયમાં યથાવત છે. દુનિયાના 218 દેશોમાં ફેલાયેલા આ કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 5.70 લાખ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 9198 દર્દીઓના કોરોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં સૌથી વધુ કોરોનાથી મૃત્યુ થયા છે. તેના બાદ ઈટલી, બ્રાઝીલ, મેક્સિકો, પોલાન્ડ, રશિયા, બ્રિટન, ભારત, ઈરાનમાં મોતના સૌથી વધુ કેસ નોંધાયા છે. વર્લ્ડોમીટર વેબાઈટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી 6 કરોડ 25 લાખ 50 હજાર કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે અત્યાર સુધી 14 લાખ 57 હજાર લોકોના મૃત્યુ થયા છે અને 4 કરોડ 31 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક કરોડ 79 લાખ 15 હજાર લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી પ્રભાવિત ટોપ -10 દેશ અમેરિકા: કેસ - 13,608,696, મોત - 272,254 ભારત: કેસ- 9,390,791, મોત- 136,705 બ્રાઝીલ: કેસ - 6,290,272, મોત- 172,637 ફ્રાન્સ : કેસ- 2,208,699, મોત- 52,127 રશિયા : કેસ- 2,242,633, મોત- 39,068 સ્પેન: કેસ- 1,646,192, મોત- 44,668 યૂકે: કેસ- 1,605,172, મોત- 58,030 ઈટલી: કેસ- 1,564,532, મોત- 54,363 આર્જેન્ટીના: કેસ- 1,413,375, મોત- 38,322 કોલંબિયા: કેસ- 1,299,613, મોત- 36,401 ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે ભારત સાતમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ, બ્રાઝિલ અને રશિયામાં છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















