શોધખોળ કરો

ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન વિરુદ્ધ લડવાની તૈયારીમાં, ઝેલેન્સકીએ દુનિયાને યુદ્ધ રોકવા કરી અપીલ

લગભગ અઢી વર્ષથી રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ બુધવારે તેમની "વિજય યોજના" ની જાહેરાત કરી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ગુરુવારે દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના દસ હજાર સૈનિકો તેમના દેશમાં રશિયા તરફથી લડવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના કેટલાક અધિકારીઓને પણ યુક્રેનમાં તૈનાત કરવામાં આવ્યા છે. યુક્રેનને આ અંગે ગુપ્ત માહિતી મળી છે.

યુક્રેનના પશ્ચિમી સાથીઓની વધી ચિંતા

ઝેલેન્સકીએ કહ્યું, 'અમે લગભગ દસ હજાર ઉત્તર કોરિયાના સૈનિકોને જાણીએ છીએ, જેઓને અમારી સામે લડવા માટે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉત્તર કોરિયા યુદ્ધમાં ઉતરશે તો તે વિશ્વ યુદ્ધ તરફનું પ્રથમ પગલું હશે. તેમના દાવાથી યુક્રેનના પશ્ચિમી સહયોગીઓની ચિંતા વધી ગઈ છે.

ઝેલેન્સ્કીએ રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની તેમની વિજય યોજના અંગે ચર્ચા કરવા માટે અહીં EU નેતાઓ અને નાટોના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ યુક્રેનને તેની 49 જૂની અબ્રામ ટેન્ક આપવાની જાહેરાત કરી છે. જ્યારે નોર્વેએ યુક્રેનને છ F-16 ફાઈટર પ્લેન આપવાની વાત કરી હતી

રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનના માયકોલાઈવ ક્ષેત્રમાં એક ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે. ગઈકાલે રાત્રે 56 ડ્રોન અને એક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. માયકોલાઈવના ગવર્નર વિતાલી કિમે કહ્યું કે ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે યુક્રેનની વાયુસેનાએ કહ્યું કે 22 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.

અમેરિકાએ ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે

અમેરિકાએ એટેક ડ્રોન માટે એન્જિન અને પાર્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી બે ચીની કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. બાઇડન સરકારે કહ્યુ કે આ કંપનીઓએ યુક્રેન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હુમલાખોર ડ્રોન બનાવવામાં રશિયાને સીધી મદદ કરી હતી.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિજય યોજનાની જાહેરાત કરી

લગભગ અઢી વર્ષથી રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ બુધવારે તેમની "વિજય યોજના" ની જાહેરાત કરી હતી. સંસદમાં વિજય યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે આપણા મુખ્ય સહયોગી દેશ અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને કારણે આપણે એકજૂટ રહેવું પડશે. રશિયાએ આ વિજય યોજના પર આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાએ કહ્યું કે હવે અમારી અને નાટો વચ્ચે સીધા યુદ્ધની શક્યતાઓ જણાઇ રહી છે. રશિયાએ "વિજય યોજના" ની નિંદા કરી અને કહ્યું કે તે સીધી રીતે અમારી અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ પેદા કરી શકે છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ યોજના યુક્રેનિયન લોકો માટે તબાહીનું કારણ બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Embed widget