શોધખોળ કરો

પીએમ કિસાન યોજના: 24મો હપ્તો ક્યારે ખાતામાં આવશે? જાણો ₹2000 ના હપ્તા અંગેનું મોટું અપડેટ

PM Kisan 24th installment date: સોશિયલ મીડિયા પર ₹4000 મળવાના દાવા સત્તાવાર રીતે નકારાયા; જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે સહાય અને કયા કારણોસર અટકી શકે છે નાણાં.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે શરૂ કરાયેલી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM-KISAN) હેઠળ દેશભરના કરોડો ધરતીપુત્રો હવે પોતાના આગામી 24મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ માટે સમયસર મળતી આ સહાય ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આગામી હપ્તાની તારીખ અને રકમને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

1/7
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવો દાવો વાયરલ થયો હતો કે સરકાર આ વખતે ખેડૂતોના ખાતામાં રૂ. 2000ને બદલે સીધા રૂ. 4000 જમા કરશે. પીએમ કિસાન યોજનાના સત્તાવાર હેન્ડલ દ્વારા આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને ફગાવી દેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે નિયમ મુજબ દરેક હપ્તામાં ખેડૂતોને માત્ર રૂ. 2000ની નિયત રકમ જ ચૂકવવામાં આવશે.

2/7
કેટલાક અહેવાલોમાં એવી અટકળો પણ વહેતી થઈ હતી કે સરકાર 23 કે 24 સપ્ટેમ્બરના રોજ નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વાસ્તવિકતા એ છે કે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી 24મા હપ્તાની ચુકવણી અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી સપ્ટેમ્બરના આ દિવસોમાં નાણાં જમા થવાની કોઈ શક્યતા જણાતી નથી.

3/7
પીએમ કિસાન યોજનાના માળખા મુજબ પાત્ર ખેડૂત પરિવારોને વર્ષે કુલ રૂ. 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય Direct Benefit Transfer (DBT) ના માધ્યમથી દર 4 મહિને રૂ. 2000ના એક એવા વર્ષમાં કુલ 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા થાય છે.

4/7
આ યોજનાનો છેલ્લો 23મો હપ્તો જૂન મહિનામાં જારી કરવામાં આવ્યો હતો, જેથી 4 મહિનાનું સમયચક્ર ઓક્ટોબર મહિનામાં પૂરું થાય છે. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં નાયબ કૃષિ નિયામક નીલેશ ચૌરસિયાએ પણ આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થવાનો સંકેત આપ્યો હતો. તેથી મોટાભાગે ઓક્ટોબરમાં નાણાં જમા થવાની પ્રબળ સંભાવના છે.

5/7
જો ખેડૂતો દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં ન આવી હોય તો 24મો હપ્તો અટકી શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું e-KYC પૂર્ણ કર્યું નથી, તેમના નાણાં સરકાર દ્વારા રોકી રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત પોર્ટલ પર જમીનના રેકોર્ડની ચકાસણી (લેન્ડ સીડિંગ) અધૂરી હોય તો પણ યોજનાનો લાભ મળતો નથી.

6/7
લાભાર્થીનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું અને DBT સક્ષમ હોવું ફરજિયાત છે, અન્યથા નાણાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. સાથોસાથ, નવી નોંધણી કરાવનાર ખેડૂતોના Farmer ID કે નામના સ્પેલિંગમાં સરકારી દસ્તાવેજો સાથે વિસંગતતા હશે તો પણ ચુકવણીમાં વિલંબ થઈ શકે છે.

7/7
વર્ષ 2019થી અમલી બનેલી આ કલ્યાણકારી યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 23 હપ્તા જારી કરી ચૂકી છે. આગામી 24મો હપ્તો કોઈપણ અડચણ વિના ખાતામાં મેળવવા માટે ખેડૂતોએ પોતાના તમામ દસ્તાવેજો અને બેંક વિગતો સમયસર ચકાસી લેવી જરૂરી છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Embed widget