શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક, વરસતા વરસાદમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોએ લગાવી લાઈન
Shrawan 2022: ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે
શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે.
1/10

દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે.
2/10

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે છે. પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરુણ દેવ જળાભિષેક કરતાં હોય તેમ સવારથી વરસાદ છે.
3/10

સોમનાથ મહાદેવમાં વરસતાં વરસાદમાં પણ ભક્તોની ભીડ જામી છે. વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડી રહ્યા છે.
4/10

શ્રાવણ માસના અંતિમ સોમવર સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી.
5/10

સોમનાથ મહાદેવની આરતીની ઝલક માટે ભકતોની ભારે ભીડ જામી હતી.
6/10

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
7/10

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે.
8/10

ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે.
9/10

એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
10/10

શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવામાં આવી. શ્રદ્ધાળુઓ આ શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા.
Published at : 22 Aug 2022 10:24 AM (IST)
આગળ જુઓ





















