શોધખોળ કરો
IPPB Recruitment 2023: લાખો રૂપિયાના પગારની નોકરી મેળવવા માંગો છો, તો જલદી જ આ પોસ્ટ માટે કરો અરજી
IPPB Vacancy 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારોએ જલ્દી અરજી કરવી જોઇએ. આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને સારો પગાર મળશે.

પ્રતિકાત્મક તસવીર
1/6

IPPB Vacancy 2023: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારોએ જલ્દી અરજી કરવી જોઇએ. આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને સારો પગાર મળશે.
2/6

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ભરતી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ સંસ્થામાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ ippbonline.com પર જઈને અરજી કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 જૂલાઈ છે.
3/6

આ ભરતી મારફતે અસોસિએટ કન્સલ્ટન્ટ આઈટીની 30 જગ્યાઓ, કન્સલ્ટન્ટ આઈટીની 10 જગ્યાઓ અને સિનિયર કન્સલ્ટન્ટ આઈટીની 3 જગ્યાઓ ભરવામાં આવશે.
4/6

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કમ્પ્યુટર સાયન્સ/આઈટી અથવા એમસીએમાં BE/B.Tech કરેલું હોવું જોઇએ.
5/6

અસોસિયેટ કન્સલ્ટન્ટના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 10 લાખ રૂપિયા, કન્સલ્ટન્ટને 15 લાખ રૂપિયા અને સિનિયર કન્સલ્ટન્ટને 25 લાખ રૂપિયા વાર્ષિક પગાર આપવામાં આવશે.
6/6

અરજી કરનારા જનરલ ઉમેદવારોએ 750 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD ઉમેદવારોએ 150 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
Published at : 22 Jun 2023 08:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
