શોધખોળ કરો
સરકારી નોકરીઃ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ભરતી બહાર પડી, BCA-B.Sc કરેલ ઉમેદવાર કરી શકે છે અરજી
IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 54 ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે ભહતી બહાર પાડી છે. આ માટે 24 મે સુધી અરજી કરી શકાશે.

IPPB Jobs 2024: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB) એ ભરતી બહાર પાડી છે. જેમાં 50થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ પર જઈને અરજી કરવાની રહેશે.
1/6

આ ભરતીમાંઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ઝિક્યુટિવની કુલ 54 જગ્યાઓ ભરાશે. જેમાં એક્ઝિક્યુટિવ (એસોસિએટ કન્સલ્ટન્ટ)ની 28 જગ્યાઓ, એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ)ની 21 જગ્યાઓ અને એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર)ની 5 જગ્યાઓ ભરાશે.
2/6

અરજી કરનાર ઉમેદવારે કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સમાં BE અથવા B.Tech હોવું આવશ્યક છે. આ સિવાય માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. સાથે જ કોમ્પ્યુટર સાયન્સ-ઈન્ફોર્મેશન ટેકનોલોજી-ઈલેક્ટ્રોનિક્સમાં BCA-B.Sc કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.
3/6

આ પોસ્ટ માટે વય મર્યાદા એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ): 22 વર્ષથી 30 વર્ષ, એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ): 22 વર્ષથી 40 વર્ષ, એક્ઝિક્યુટિવ (વરિષ્ઠ સલાહકાર): 22 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
4/6

પગાર - આ પોસ્ટ્સ પર જો પસંદગી થાય તો ઉમેદવારોને વાર્ષિક રૂ. 10,00,000 થી રૂ. 25,00,000 સુધીનો પગાર મળશે.
5/6

અરજી ફી - આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર SC, ST, PWD કેટેગરીના ઉમેદવારોએ 150 રૂપિયા જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવી પડશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.
6/6

અરજી કેવી રીતે કરવી - સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર IPPB વેબસાઇટ પર જવાનું હેશે. ત્યાર બાદ ઉમેદવારે "કારકિર્દી" અથવા "ભરતી" વિભાગમાં જવાનું. પછી ઉમેદવારો સંબંધિત લિંક પર ક્લિક કરો. હવે ઉમેદવારે જરૂરી વિગતો ભરવી. પછી ઉમેદવારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજી ફી ચૂકવવાની રહેશે. આ પછી ઉમેદવારે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે .
Published at : 09 May 2024 06:43 AM (IST)
આગળ જુઓ
Advertisement