શોધખોળ કરો
આ અભિનેતાને એકવાર થપ્પડ મારીને શૂટિંગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, આજે 300 કરોડની પ્રોપર્ટી બનાવી...
એક સમયે ફિલ્મના સેટ પરથી અપમાનિત થઈને હાંકી કઢાયેલા કોમેડી સ્ટાર કપિલ શર્મા આજે ટીવીની દુનિયાના બાદશાહ બની ગયા છે.

Kapil Sharma slapped: પોતાની અજોડ કોમેડી અને મહેનતના દમ પર કપિલે આજે લગભગ 300 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે.
1/6

કપિલ શર્માની સંઘર્ષગાથા કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. એક સમયે કપિલ ફિલ્મોમાં નામ કમાવવા માટે પ્રયત્નશીલ હતો. તે દરમિયાન તેને ફિલ્મ 'ગદર'માં કામ કરવાનો મોકો મળ્યો, પરંતુ અહીં તેની સાથે એક અણધારી ઘટના બની. કપિલને સેટ પર ડિરેક્ટર દ્વારા જોરથી થપ્પડ મારવામાં આવી અને સેટની બહાર ફેંકી દેવાયો.
2/6

ખુદ કપિલ શર્માએ પોતાના શોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાએ તેમને એક્ટર બનવા માટે ગદરના સેટ પર જવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં તેમને અપમાનિત થઈને બહાર કાઢી મૂકવામાં આવ્યા.
3/6

ડિરેક્ટર ટીનુ આનંદે પણ મુકેશ ખન્ના સાથે વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ટીનુ આનંદે જણાવ્યું કે તેમણે કેમેરામાં ફ્રેમ જોતી વખતે કપિલને ખોટી દિશામાં દોડતા જોયો. જ્યારે તેમણે કારણ પૂછ્યું અને ફરીથી શોટ લીધો, ત્યારે કપિલ ફરીથી વિરુદ્ધ દિશામાં દોડતો જોવા મળ્યો. કપિલની આ હરકતથી ગુસ્સે ભરાયેલા ટીનુ આનંદે તેને થપ્પડ મારી અને સેટની બહાર કાઢી મૂક્યો.
4/6

જો કે, આ અપમાનજનક ઘટનાથી કપિલ તૂટી ગયો નહીં, પરંતુ તેણે કોમેડી ક્ષેત્રે પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું. તેણે 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં ભાગ લીધો અને વિજેતા બન્યો. અહીંથી જ કપિલની સફળતાનો સફર શરૂ થયો. આજે કપિલ શર્મા કોમેડી જગતનો બેતાજ બાદશાહ છે અને 'કોમેડી કિંગ' તરીકે ઓળખાય છે.
5/6

કપિલે 'કિસ કિસકો પ્યાર કરું' અને 'ફિરંગી' જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ડીએનએ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, આજે કપિલ શર્મા લગભગ 300 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
6/6

એક સમયે સેટ પરથી ધક્કા મારીને કાઢી મુકાયેલો કપિલ આજે પોતાની મહેનત અને ટેલેન્ટના બળે સફળતાના શિખરો સર કરી રહ્યો છે. કપિલ શર્માની આ કહાની સંઘર્ષ કરતા લોકો માટે પ્રેરણારૂપ છે.
Published at : 15 Feb 2025 07:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
